રેડ સાડીમાં બોલીવુડની આ 10 અભિનેત્રીઓ, કોણ લાગી રહ્યું છે સુંદર?

રેડ સાડીમાં બોલીવુડની આ 10 અભિનેત્રીઓ, કોણ લાગી રહ્યું છે સુંદર?

બોલિવૂડ અભિનેત્રીઓ હંમેશા તેમની ગ્લેમરસ અને સુંદર શૈલી માટે જાણીતી હોય છે. જ્યારે દેશી સ્ટાઇલની વાત કરવામાં આવે છે, જ્યારે આ સુંદરીઓ લાલ રંગની સાડી પહેરે છે ત્યારે તે ખૂબ જ સુંદર લાગે છે. બોલિવૂડ અભિનેત્રીઓ તેમની ફેશન સેન્સ માટે પણ ખૂબ લોકપ્રિય છે. પરંપરાગત પોશાકોમાં તેની પ્રાકૃતિક સુંદરતા એકદમ આકર્ષક લાગે છે. ચાલો આજે અમે તમને એવી અભિનેત્રીઓનો પરિચય આપીએ કે જેમણે લાલ સાડી પહેરીને ધમાલ મચાવી હતી.

કેટરિના કૈફ

બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ પણ સાડીમાં અદભૂત લાગી આવે છે. લાલ સાડી પહેરીને કેટરિનાએ તેની સુંદરતાથી ચાહકોને દીવાના કર્યા હતા અને તેના પરથી નજર હટાવવી ખરેખર મુશ્કેલ હતી.

જાન્હવી કપૂર

આપણે બધાને યાદ છે કે શ્રીદેવી તેની સાડીઓમાં કેટલી સુંદર દેખાતી હતી, તે તેના સમયની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાંની એક હતી અને હવે જાહ્નવી ખૂબસૂદર લાગી આવે છે અને આ લાલ સાડીમાં તે બરાબર તેની માતાની જેમ દેખાય રહી છે. તે સરળ અને ગ્લૅમરસ લાગે છે.

સારા અલી ખાન

સારા અલી ખાન ખાન માત્ર ક્યૂટ જ નહીં પરંતુ તે તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. આ તસવીરમાં સારા પફ બ્લાઉઝ સાથે લાલ સાડી પહેરેલી જોવા મળી રહી છે, આ કોમ્બિનેશન સુંદર લાગી રહ્યું છે અને તેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.

મલાઈકા અરોરા

47 વર્ષીય મલાઈકા હોટનેસ અને ફિટનેસમાં મોખરે છે. મલિકાએ લાલ રંગની સાડીમાં પોતાના સેક્સી ફીગરને પણ ફ્લોટ કર્યું છે. મલાઈકા એક સેક્સી અભિનેત્રીઓમાંની એક છે.

કિયારા આડવાણી

બોલિવૂડ એક્ટ્રેસ કિયારા પણ લાલ સાડીમાં ઉતરી હતી. લક્ષ્મીના પ્રમોશન દરમિયાન કિયારાએ લાલ લહેંગા સાડી પહેરી હતી જેમાં કિયારા આડવાણીની શૈલી જોવા જેવી હતી.

આલિયા ભટ્ટ

આલિયા હવે એક સારી અભિનેત્રીની સાથે સ્ટાઇલ આઇકોન પણ માનવામાં આવી રહી છે. આલિયા ભટ્ટ તેના સુંદર ચહેરા અને સુંદરતા માટે જાણીતી છે આલિયાએ સબ્યસાચીની ડિઝાઇનર કરેલી સાડી પહેરી હતી. આલિયાએ આ લાલ સાડી એક એવોર્ડ સમારોહમાં પહેરી હતી.

કૃતિ સેનન

હાઉસફુલ 4 ના પ્રમોશન દરમિયાન કૃતિ સેનને રેડ કલરની સાડી પહેરી હતી. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેની સુંદરતા જોવા જેવી હતી. કૃતિ સેનન પણ આ ફોટા તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી ખૂબસૂદર લાગી રહી હતી કારણકે તેણે પલ્લવી જયપુર દ્વારા ડિઝાઇન કરેલી એક લાલ સાડી પહેરી હતી અને ઓસ્ટિનવાળા તેનું બ્લાઉઝ ખૂબસૂદર હતું.

કાજોલ

કાજોલ ફરી એકવાર તેની ફિલ્મના કારણે નહીં પરંતુ તેની સુંદર લાલ સાડી ક્લિક્સને કારણે હેડલાઇન્સમાં રહી છે. તે તેની સાડીમાં જુદા જુદા લૂક આપતી જોવા મળી રહી છે જે તેને દેશી ગર્લ જેવો લુક આપે છે. તે એકદમ સુંદર અને સ્ટાઇલિશ લાગી રહી છે.

મોની રોય

મૌનીની શૈલી અને દેખાવ હંમેશા ચાહકોને ક્રેઝી બનાવે છે. ઘર-ઘરમાં નાગિન તરીકે ઓળખાતી મૌનીએ લાલ રફલની સાડી પહેરીને નીકળી તો તેણે તબાહી મચાવી હતી. મૌનીની શૈલીને કારણે, તે ટીવીની સૌથી સ્ટાઇલિશ અભિનેત્રીઓમાં ગણાય છે.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *