અંબાણી ની દિવાળી પાર્ટી માં જોવા મળ્યો ફેશન નો જલવો


અંબાણી પરિવારે હર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી ની પાર્ટી રાખી હતી. આ વર્ષની દિવાળી ની પાર્ટી અંબાણી પરિવાર માટે ખૂબ જ ખાસ હતી. આવું એટલા માટે કેમકે લગ્ન પછી વહુ શ્લોકા મહેતા ની અંબાણી પરિવારની સાથે આ પહેલી દિવાળી હતી. ધનતેરસ પહેલા ના એક દિવસે પહેલા મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ જીઓ વર્લ્ડ સેન્ટર મુંબઈ માં દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ જશ્ન મા બિઝનેસમેન ના સિવાય બોલિવૂડ અને ક્રિકેટ સાથે જોડાયેલા સિતારા પહોંચ્યા હતા. જ્યાં ભારતના મોટા ઉદ્યોગપતિ ના ઘરે દિવાળી પાર્ટીમાં ખેલ જગત થી લઈને બૉલીવુડ ના એટલા સિતારા આવ્યા હતા કે ત્યાં ફેશન નો જલવો લાગવાનો હતો.


આ પાર્ટીની જો વાત કરીએ તો આ પાર્ટીમાં નીતા અંબાણીએ ગુલાબી રંગની લહેંગા ચોલી પહેરેલી હતી. જેમાં તે હમેશા ની જેમ ખૂબસૂરત લાગી રહી હતી. ત્યાં જ મુકેશ અંબાણી પણ સફેદ રંગના કુર્તા ની સાથે નારંગી રંગનો જવાહર કટ જેકેટ પહેર્યું હતું.


આ ખાસ પાર્ટીમાં ઈશા ના પતિ આનંદ પિરામલ અને સાસુ-સસરા પણ પહોંચ્યા હતા. ઈશાએ તેમની સાસુ સાથે મીડિયા સામે પોઝ પણ આપ્યા. આ અવસર પર ઈશાએ કાંજીવરમ સિલ્ક ની સાડી પહેરી હતી. લગ્ન પછી ઈશાની આ પહેલી દિવાળી છે. વોટર બ્લ્યુ રંગની સાડી અને પરપલ બ્લાઉઝમાં ઇશા અંબાણી ખૂબસૂરત લાગી રહી હતી.


આ ખાસ અવસર પર બધાની આંખો શ્લોકા મહેતા અને આકાશ અંબાણી પર રહેલી હતી. આકાશ અને  શ્લોકા એ ફેશન ગોલ દેતા નજર આવ્યા. શ્લોકા એ હળવા ગુલાબી રંગનો લહેંગો પહેર્યો હતો, ત્યાં જ ગળામાં ડાયમંડ નેકલેસ તેમના ઉપર ખૂબ જ જામી રહ્યો હતો. જ્યારે આકાશે બ્લુ રંગનો કુર્તો પહેર્યો હતો.


આ ખાસ પાર્ટીમાં અભિનેત્રી સાગરિકા ઘાટકે પતિ ઝહિર ખાનની સાથે પહોંચી હતી. સાગરિકા એ લાલ રંગનો ડ્રેસ પહેર્યો હતો જ્યારે ઝહીર ખાને કાળા રંગનો કુર્તો પહેર્યો હતો.


સાથે જ ક્રિકેટર યુવરાજ સિંહની પત્ની હેઝલ કીચ ના સાથે જશ્નમાં સામેલ થયા. જેઝલ વેન શોલ્ડર ટોપ ની સાથે સ્કર્ટ અને નેટ દુપટ્ટા નું મેચિંગ કર્યું હતું.

Post a Comment

0 Comments