ધનતેરસ પર કરી લો એટલું કામ થઇ જશો માલામાલ


ધાર્મિક ગ્રંથ તેમજ શાસ્ત્રો અનુસાર ધનતેરસનો તહેવાર ભગવાન ધનવંતરીને સમર્પિત છે. માન્યતા અનુસાર સંસારમાં આ દિવસે તેમનું અવતરણ થયું હતુ. પૌરાણિક કથાઓ અનુસાર જેમના હાથમાં અમૃતનો કળશ હતો. દર વખતે કારતક માસની અમાસના બે દિવસ પહેલા ધનતેરસની ઉજવણી કરવામાં આવે છે. આ સાથે જ ધનના દેવતા કુબેર દેવની પણ આ જ દિવસે પૂજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે મૃત્યુના દેવતા યમરાજની આગળ દીપ પ્રગટાવવામાં આવે છે.

ધનતેરસના દિવસે દેવતાઓના વૈદ્ય ધનવંતરી અને ધનના દેવતા કુબેરની પૂજા કરવામાં આવે છે. કથા અનુસાર ધનના દેવતા કુબેર દેવને ભગવાન શિવ પાસેથી ધનપતિ થવાનું વરદાન પ્રાપ્ત થયુ છે. કહેવાય છે કે ભગવાન ભોલેનાથ પાસેથી મેળવેલા વરદાનને કારણે કુબેર દેવ ધન ધાન્યની વૃદ્ધિ કરે છે. આઓ જાણીએ કુબેર દેવના મંત્ર અને પૂજન સાથે જેડાયેલી કેટલીક વાતો. ધનતેરસે ધનના દેવતાની પૂજા કરવાથી ધનનો વરસાદ થાય છે.

કુબેર મંત્ર અને પૂજા

શુભ મુહૂર્તમાં પૂજા સ્થાન પર કુબેરની પ્રતિમા કે તસવીર સ્થાપિત કરો. જો આવું શક્ય ન હોય તો તમારી તિજોરીમાં કુબેરદેવની સ્થાપના કરો. કેમકે કુબેરને ખજાનાના પ્રતિક તરીકે માનવામાં આવે છે.
કુબેર મંત્ર અને જાપ કર્યા પછી કરો આરતી
ૐ શ્રીં, ૐ હ્રીં શ્રીં, ૐ હ્રીં શ્રીં ક્લીં વિત્તેશ્વરાય નમ: |
આમ પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ પૂર્વક આ મંત્રનો જાપ કરશો તો જરૂરથી તમારી દરેક ઇચ્છાઓ પૂર્ણ થશે. ધનકુબેર તમારા ધનના ભંડાર ભરી દેશે.

Post a Comment

0 Comments