આ કારણો થી રદ થઇ શકે છે તમારું ડ્રાઈવિંગ લાઇસન્સ, હંમેશા રાખો આ વાત નું ધ્યાન

નવા મોટર વાહન અધિનિયમ મેં ઘણા નિયમો બદલાઈ ચુક્યા છે. જેના કારણે લોકો વચ્ચે એ ચર્ચા નો વિષય બની ચુક્યો છે. આ અધિનિયમ માં ઘણા બધા એવા પણ નિયમ છે જેનું ઉલ્લંધન કરવાથી તમારું ડ્રાઈવિંગ લાઇસન્સ રદ પણ થઇ શકે છે. જો તમને નથી ખબર તો ચાલો જાણીએ.

Keep this in mind while driving

વધુ અવાજે મ્યુજિક

તમે તમારી કાર માં કોઈ પણ પ્રકાર નું મ્યુજિક સિસ્ટમ લગાવી શકો છો પરંતુ ડ્રાઈવ કરતા સમયે વધુ અવાજે મ્યુજિક વગાડવાથી ચલણ ફાટવાની સાથે તમારું ડ્રાઈવિંગ લાઇસન્સ રદ પણ થઇ શકે છે.

સ્કૂલ તેમજ શેક્ષણિક સંસ્થા પાસે થી વધુ સ્પીડ એ પસાર થવું

સ્કૂલ તેમજ બીજી શેક્ષણિક સંસ્થાઓ ની પાસેના ક્ષેત્ર ઘણાજ સવેંદનશીલ હોય છે. આવી જગ્યા ઓ પર 25 કિલોમીટર પ્રતિકલાક ની ઝડપ થી વધુ વાહન ન ચલાવવા ના સખ્ત નિર્દેશ હોય છે. પકડાઈ જવાથી જુર્માનો તેમજ ડ્રાઈવિંગ લાઇસન્સ રદ્દ થઇ શકે છે.

ફૂટપાથ ક્રોસ કરવું

ઘણીવાર જોવા મળે છે કે લોકો ટ્રાફિક સિગ્નલ પર લોકો ગાડીને જીબ્રા ક્રોસિંગ પર ચડાવી દે છે જેનાથી ચાલતા જતા લોકો ને રસ્તો પાર કરવામાં મુશ્કેલી નો સામનો કરવો પડે છે. આવું કરતા પકડાઈ જતા ટ્રાફિક પોલીસ ચલણ ફાડી શકે છે. તેમજ જો તમે આવું કરવા વારંવાર પકડાઈ જાવ છો તો તમારું લાઇસન્સ થોડા મહિના સુધી રદ્દ પણ થઇ શકે છે.

એમ્બ્યુલન્સ ને રસ્તો ના આપવો

એમ્બ્યુલન્સ ને રસ્તો ના આપવો 10 હજાર રૂપિયા ના ચલણ સુધી નું પ્રાવધાન રાખવામાં આવ્યું છે.

રોડ પર રેસ લગાવવી

રોડ પર રેસ લગાવવા ના કારણે પબ્લિક ને પરેશાની થઇ શકે છે. રેસ ડ્રાઈવિંગ અને અન્ય અપરાધો માટે ભારે ભરખમ જુર્માનો પણ લાગી શકે છે. રેસિંગ તેમજ બાકી તેમના સબંધિત ગતિવિધિઓ માં શામેલ થવા પર ડ્રાઈવિંગ લાઇસન્સ પણ જપ્ત થઇ શકે છે.

Post a Comment

0 Comments