PM મોદીની 'તારક મહેતા' ટીમ સાથે મસ્તી



PM મોદીએ બોલિવૂડની હસતીઓ તેમજ ટીવી કલાકારોની એક મિટિંગ રાખી હતી. કે જેમાં ગાંધી બાપુ વિશે ચર્ચા કરવામાં આવી હતી અને બોલિવૂડને વિનંતી કરી કે તમે ગાંધીજીના ફિલ્મ તરફ ધ્યાન આપો. તે જ રીતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમે પણ ગત રાત્રે 19 ઓક્ટોબરે દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. 'તારક મહેતા.'ની ટીમે પીએમ મોદી સાથે દિલ્હીમાં મુલાકાતની તસવીર પોતપોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. અને તેમની સાથેની મુલાકાતને ગૌરવપૂર્ણ ગણાવી હતી.

સિરીયલની આખી સ્ટાર કાસ્ટ સાથેની મુલાકાતનો એક ફોટો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેમજ સીરિયલના કલાકારોએ આ ફોટો રિપોસ્ટ કર્યો છે. 19 ઓક્ટોબરે પીએમ મોદી સાથે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના પ્રોડ્યુસર આસિત મોદી અને નવી સોનુ સાથે બધા જ એક્ટર જોવા મળ્યા હતાં. કહેવામાં આવી રહ્યું છે કે નવી આવેલી સોનુને સૌથી વધુ મજા આવી હતી.

કાસ્ટ દ્વારા પીએમ સાથે મુલાકાતમાં કેટલી મોજ-મસ્તી કરી તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ફરી રહી છે. પીએમ મોદી સાથે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ટીમ ઉપરાંત બોલિવુડની દિગ્ગજ હસ્તીઓ સામેલ થઈ હતી. મહાત્મા ગાંધી મુદ્દે ચર્ચા કરવા શાહરૂખ ખાન, આમિર ખાન, રાજકુમાર હિરાની, કોમેડી કિંગ કપિલ શર્મા, કંગના રનૌત, એકતા કપૂર, જેક્લિન ફર્નાન્ડિઝ, સોનમ કપૂર સહિતની મનોરંજન જગતની હસ્તીઓ સામેલ હતી.

Post a Comment

0 Comments