શરદપૂર્ણિમાની રાત્રે તુલસી ના ઝાડ નીચે દીવો રાખી કરી લો આ કામ થઈ જશો માલામાલ


શરદ પૂનમ વ્રત કરવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે. આ વખતે શરદ પૂનમ 13 ઓક્ટોબર છે એટલે કે આજે. આ દિવસે ચંદ્રમાં પોતાની સોળ કળાઓ થી ભરપૂર ધરતી પર અમૃતની વર્ષા કરે છે. શરદ પૂનમ ના દિવસે ચંદ્રમા માતા લક્ષ્મી અને વિષ્ણુજીની પૂજાનું વિધાન છે. સાથે જ શરદપૂનમની રાતે ખીર બનાવીને તેને આકાશ નીચે રાખવામાં આવે છે. જો આ દિવસે થોડા ઉપાય કરવામાં આવે તો બધી મનોકામના પૂર્ણ થાય છે.

શરદપૂનમની રાતે તુલસીના ઝાડ નીચે દિપક પ્રગટાવો સાથે સાત વાર લાલ રંગની મૌલી લપેટો આવું કરવાથી મા લક્ષ્મી નું ઘરમાં આગમન થાય છે.

શરદ પૂનમ ના દિવસે સ્નાન પછી મુખ્ય દ્વાર પર હળદર મેળવીને પાણી છાંટવું જોઈએ આવું આવું કરવાથી ઘરમાં ધન અને ધન-ધાન્યની વૃદ્ધિ થાય છે.

શરદપૂનમના દિવસે પુરા ઘરને સાફ રાખો ક્યાંય પણ અંધારું ના રહેવા દો. સાથે જ આ દિવસે ઘરે બ્રાહ્મણ તેમજ સાધુ-સંતો ને બોલાવીને ભોજન કરાવો.

માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખીર, માખણ, દહીં, પાન અને પતાશાનો ભોગ લગાવો તેનાથી દેવી પ્રસન્ન થાય છે.

આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે પૂનમની રાત્રે જાગરણ કરવું જોઈએ સાથે જ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ.

શરદપૂનમની રાત્રે ચોખાના બનેલી ખીરને  ચારણી થી ઢાંકી ને ખુલ્લા આસમાન નીચે મૂકી રાખવી જોઈએ દૂધ, ચોખા, ખાંડ નો સીધો સંબંધ દેવી લક્ષ્મી સાથે છે. આખિર ને સવારે પ્રસાદમાં ગ્રહણ કરવું જોઇએ.

લક્ષ્મીજીને ગુલાબની માળા અર્પણ કરો અને રાત્રે તેમની પાસે ઘીનો દીવો જરૂર પ્રગટાવો ત્યારબાદ 11 ઓમ હ્રીમ શ્રી કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ મહાલક્ષ્મી એ નમઃ મંત્ર નો જાપ કરો તેનાથી ધનની સમસ્યા દૂર થાય છે.

શરદપૂનમના દિવસે મા લક્ષ્મીને પીળી અને લાલ સામગ્રી અર્પણ કરવી જોઈએ તેનાથી દેવી પ્રસન્ન થાય છે.

શરદપૂનમની રાત્રે ચંદ્રદેવ ને અધ્ય દેવું જોઈએ તેનાથી પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે

ઘરમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ માટે શરદપૂર્ણિમાની રાત્રે મા લક્ષ્મીને પાંચ પીળી કોડીઓ ચડાવો પૂજન ના આગળના દિવસે તેમને તિજોરીમાં રાખી દો તેનાથી ધનમાં વૃદ્ધિ થાય છે.

Post a Comment

0 Comments