ટ્રેન માં વાગતા અલગ અલગ હોર્ન અને તેમનો અર્થ


ટ્રેન વિશેની અઢળક વાતો તમે આજસુધી સાંભળી હશે, જેમ કે 27 સપ્ટેમ્બર 1825 ના રોજ લંડનના ડાર્લિંગ્ટનથી સ્ટોકટોન વચ્ચેની વિશ્વની પ્રથમ ટ્રેન શરૂ થઈ હતી. 38 કોચની આ ટ્રેનમાં 600 જેટલા લોકો હતા. આ ટ્રેન 14 માઇલ પ્રતિ કલાકની ઝડપે કુલ 37 માઇલનો પ્રવાસ કર્યો. તમે ઘણી વાર ટ્રેનોના હોર્ન પણ સાંભળ્યા હશે, પરંતુ તમે ક્યારેય એ વાત પર ધ્યાન આપ્યું છે કે ટ્રેનમાં કેટલા પ્રકારના હોર્ન વાગે છે અને તેનો અર્થ શું થાય છે ? તો ચાલો આજે તમને જણાવીએ ટ્રેનના હોર્નના જુદા જુદા અર્થ વિશે.

શોર્ટ હોર્ન

તમને જાણીને આશ્ચર્ય થશે કે ટ્રેનના લોકો પાઇલટ્સ 11 પ્રકારના હોર્ન વગાડે છે અને તે બધાના અર્થ અલગ અલગ હોય છે. જો ટ્રેન ડ્રાઈવર શોર્ટ હોર્ન વગાડે તો તેનો અર્થ થાય છે કે ટ્રેન યાર્ડમાં આવી ગઈ છે અને તેની સફાઇ કરવાનો સમય થયો છે.

બે શોર્ટ હોર્ન

જો ટ્રેન ડ્રાઈવર બે નાના હોર્ન વગાડે તો તેનો અર્થ થાય છે કે ટ્રેન ઉપડવાની તૈયારીમાં છે અને ડ્રાઈવર ટ્રેનના ગાર્ડને સિગ્નલ માટે પુછી રહ્યો છે.

ત્રણ શોર્ટ હોર્ન

સામાન્ય રીતે આ પ્રકારના હોર્નનો પ્રયોગ ઓછો થાય છે. ત્રણ શોર્ટ હોર્ન આપાતકાલીન સ્થિતિમાં વગાડવામાં આવે છે. તેનો અર્થ થાય છે કે લોકો પાઇલટનો કંટ્રોલ ઈંજીન પર નથી. આ હોર્ન ગાર્ડ માટે સંકેત હોય છે કે તે તુરંત વેક્યૂમ બ્રેક લગાવી ટ્રેનને રોકે.

ચાર શોર્ટ હોર્ન

તેનો અર્થ છે કે ટ્રેનમાં ટેકનીકલ ખામી છે અને તે આગળ વધવાની સ્થિતિમાં નથી.

એક લોન્ગ અને એક શોર્ટ હોર્ન

આ હોર્નનો અર્થ થાય છે ઈંજીન શરૂ કરતા પહેલા ટ્રેન ડ્રાઈવર બ્રેક પાઈપ સિસ્ટમને સેટ કરવા ગાર્ડને સંકેત આપી રહ્યો છે.

બે લોન્ગ અને બે શોર્ટ હોર્ન

તેનો અર્થ થાય છે કે ટ્રેન ડ્રાઈવર ઈંજીનને નિયંત્રણમાં લેવા ગાર્ડને સંકેત કરે છે.

સતત વાગતા લોન્ગ હોર્ન

આ પ્રકારે હોર્ન પ્લેટફોર્મ પર ઊભેલા યાત્રીઓને સતર્ક કરવા વગાડવામાં આવે છે. તેનો અર્થ છે કે ટ્રેન અનેક સ્ટેશનોથી નોન સ્ટોપ પસાર થઈ રહી છે અને તે રોકાશે નહીં.

બે વખત અટકી અટકીને વાગતા હોર્ન

આ હોર્ન કોઈ ક્રોસિંગ નજીક આવે ત્યારે વગાડવામાં આવે છે. જેથી કોઈ રેલ્વે ક્રોસિંગની નજીક આવે નહીં.

Post a Comment

0 Comments