વ્યક્તિ નું પર્સ ખોવાઈ ગયું અને પછી થયું કંઈક આવું


તમારા બેંક ખાતામાં જો અચાનકથી પૈસા આવવા લાગે તો સ્વાભાવિક છે કે તમે થોડા ડરી જાવ અને વિચારશો કે આ પૈસા આવ્યા ક્યાંથી? લંડનમાં રહેતા ટિમ કેમરૉનની સાથે કંઇક આવું જ થયું. એના બેંક ખાતામાં ચાર વખત થોડા થોડા કરીને પૈસા આવ્યા. જ્યારે આ પૈસાને આવવાનું સાચું કારણ ખબર પડી તો એ પણ હેરાન થઇ ગયો.

વાસ્તવમાં કેમરૉન એક દિવસ પોતાનું કામ પતાવીને ઘરે જઇ રહ્યો હતો, ત્યારે રસ્તામાં એનું પર્સ પડી ગયું. આ પર્સમાં એનું એટીએમ કાર્ડ અને થોડા પૈસા હતા, કેમરૉન તો પોતાનું પર્સ ગુમાવીને ઘરે આવી ગયો, પરંતુ એનું પર્સ એક વ્યક્તિને મળ્યું. એ વ્યક્તિ ઇમાનદાર હતો અને એને કેમરૉનની ઓળખ કરવા માટે ઑનલાઇન બેંકિંગનો સહારો લીધો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેમરૉને જણાવ્યું કે જે વ્યક્તિને એનું પર્સ મળ્યું હતું, એને એના ખાતામાં ચાર વખત પૈસા ટ્રાન્સફર કર્યા અને દરેક વખતે નવો સંદેશો પણ મોકલ્યો, વ્યક્તિએ એ સંદેશાની સાથે પોતાનો ફોન નંબર પણ આપ્યો અને કૉલ કરવા કહ્યું.

કેમરૉને ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી. સાથે જ એને લેણદેણના ફોટો પણ શેર કર્યા છે. લોકોએ તે વ્યક્તિના ખૂબ વખાણ કર્યા છે, જેને કેમરૉનનું પર્સ મળ્યું હતું એને શોધવા માટે ગજબની તરકીબ શોધી.
જો કે ટ્વિટર પર એક વ્યક્તિએ કેમરૉનને એવું પણ પૂછ્યું કે પૈસા મોકલનાર એ વ્યક્તિને તમારા બેંકની જાણકારી કેવી રીતે મળી? એની પર કેમરૉને જવાબ આપ્યો કે બ્રિટેનમાં કાર્ડ પર જ બેંકે તમામ જાણકારી અંકિત રહે છે.

Post a Comment

0 Comments