આસાન રીત થી ઘરેજ બનાવો નુડલ્સ ઢોસા


નાના લોકોથી લઇને મોટા લોકો દરેક લોકોને ઢોંસા ખૂબ પસંદ હોય છે. આ એક રીતે સાઉથ ઇન્ડિયન ડિશ છે. આમ તો તમે મસાલા ઢોંસા, પનીર ઢોંસા સહિતના ઢોંસા ખાધા હશે. પરંતુ આજે અમે તમને સૌથી નવી રીતના નૂડલ્સ ઢોંસા બનાવવાની રીત કહેવા જઇ રહ્યા છીએ. જે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે. આ ડિશને તમે ઘરે સહેલાઇથી બનાવી શકો છો. આવો જોઇએ કેવી રીતે બનાવાયનૂડલ્સ ઢોંસા.

સામગ્રી

1 કપ- નૂડલ્સ
1/2 વાટકી - સમારેલી લીલી ડુંગળી
1 વાટકી - સમારેલા ગાજર
1 વાટકી - સમારેલા કેપ્સીકમ
1 ચમચી - લસણ
2-3 ચમચી - સીઝવના સોસ
1 નાની ચમચી - વિનેગર
3 ચમચી - બટર
જરૂરિયાત મુજબ - ઢોંસાનું ખીરુ
સ્વાદઅનુસાર મીઠું

બનાવવાની રીત

નૂડલ્સ ઢોસા બનાવવા માટે સૌ પ્રથમ ઢોંસાના ખીરું લો. એક પેનમાં બટર ઉમેરી ધીમી આંચ પર લસણ અને ડુંગળી ઉમેરો. તે બાદ તેમ ગાજર, કેપ્સિકમ મિક્સ કરીને બરાબરા સાંતળો. તે બાદ તેમા શીઝવાન સોસ, સોયા સોસ, મીઠુ, વિનેગર અને નૂડલ્સ મિક્સ કરીને બરાબર હલાવો. હવે ગેસ બંધ કરી દો..તે બાદ એક નોનસ્ટિક તવી ગેસ પર ગરમ કરો.

તવો ગરમ થયા તે બાદ ઢોંસાના ખીરાને તેની પર બરાબર ફેલાવી દો. તેના પર સીઝવાન સોસ, સોયાસોસ, વિનેગર બરાબર મિક્સ કરો હવે તેની પર સીઝવાન સોસ અને બટર નાખી બરાબર રીતે ઢોંસા પર ફેલાવો. હવે ઢોંસા પર ચમચીથી તૈયાર નૂડલ્સ મુકો. ઢોંસાને પલટીને રોલ બનાવી લો.

તેને એક પ્લેટમાં નીકાળી લઇને તેના પર કટ કરો. તમારો નૂડલ્સ ઢોંસા તૈયાર છે. આ ઢોસાને દાળ અને સોસ ગરમા ગમ સેવ કરો.

Post a Comment

0 Comments