જમરૂખ ના આ ફાયદા જાણો અને તમે પણ આજેજ ચાલુ કરી દો ખાવાનું  • આમ તો જમરૂર ખાવું વધુ લોકોને પસંદ હોય છે. પરંતુ શું તમને ખબર છે કે જમરૂખ ખાવાથી ફક્ત સ્વાદ જ નહીં પરંતુ શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ તો રામબાણ ઇલાજ પણ માનવામાં આવે છે. તેનાથી બ્લડમાં શુગરનું લેવલ ઓછું થાય છે સાથે જ ઘણી બધી બીમારીઓમાંથી પણ લાભ મળે છે. તો ચાલો આજે જાણીએ જમરુખ ખાવાના વિશેષ 10 ફાયદાઓ વિશે.
  • રોજે જમરૂખ ખાવાથી બ્લડ સુગર લેવલ અને ઈન્સુલિન સેન્સિટિવિટી પર પણ નિયંત્રણ રહે છે.
  • જમરૂખ માં રહેલ આલ્ફા ગ્લુકોસાઈડ નામનું તત્વ એન્ઝાઈમ ના કાર્યને ઓછું કરે છે જે બ્લડ માં ગ્લુકોઝ ને ભોજન માં પરિવર્તિત કરે છે તેનાથી બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે.
  • જમરૂખ માં વિટામિન સીની માત્રા સારી હોય છે જે ત્વચા માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. તેને ખાવાથી સ્કિનમાં ગ્લો આવે છે.
  • જમરૂખ માં ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે જીઆઈ હોય છે. જે બ્લડ શુગર નિયંત્રણ રાખવામાં મદદગાર હોય છે.
  • જમરૂખ હાર્મોન ઇમ્બૅલૅન્સ થી બચવા માટે ખૂબ જ સારું ફળ છે. જેનાથી જેનેટિક બીમારીનો ખતરો રહેતો નથી.
  • ડાયાબિટીસ અને દિલના રોગીઓ માટે અમૃત ખૂબ જ સારું ફળ સાબિત થાય છે. તેનાથી નળીઓની બ્લોકેજ ખુલે છે.
  • યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર ના અનુસાર સો ગ્રામ જમરૂખ માં 68 કેલેરી હોય છે. આવામાં તેમના સેવનથી વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે.
  • જમરૂખના સેવન પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને ખાવાથી પેટ ના આંતરડા માં ચોટેલી ગંદકી દૂર થાય છે.
  • જમરૂખ માં વિટામિન એ, ફ્લોલેટ પોટેશિયમ પણ ખૂબ જ મળી રહે છે. તેને ખાવાથી શરીરમાં રહેલી ઊણપ દૂર થાય છે.

Post a Comment

0 Comments