શું તમે ક્યારેય બનાવ્યા ગાજર ના લાડવા? આ સરળ રીતે બનાવો સ્વાદિષ્ટ ગાજર ના લડ્ડુ


બજાર માં ગાજર ભરપૂર માત્રા માં મળી રહ્યા છે. ગાજર ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય છે અને સાથેજ તે હેલ્દી પણ હોય છે. ગાજર માં વિટામિન એ, ફાયબર, પ્રોટીન અને ફાર્બ્સ ની ભરપૂર માત્રા હોય છે. તો ચાલો આજે જાણીએ ગાજર ની રેસિપી વિષે.


સામગ્રી :


  • અડધો કપ ગાજર
  • એક ચોથાઈ કપ છીણેલું નારિયેળ
  • 5 પિસ્તા
  • મીઠું સ્વાદ અનુસાર
  • એક ચોથાઈ કપ કંડેન્સ મિલ્ક
  • એક ચોથાઈ કપ ખોયા માવો
  • 4 ચમચી ઘી
રીત :

સ્વાદિષ્ટ ગાજરના લાડુ બનાવવા માટે, એક પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં છીણેલું ગાજર નાંખો અને 3 થી 5 મિનિટ સુધી ફ્રાય કરો કે જ્યાં સુધી ગાજર હળવા નારંગી રંગનો ના થાય.

હવે તેમાં પીસેલા નાળિયેર નાખીને મિક્સ કરો. હવે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો અને 3 મિનિટ સુધી સતત હલાવો. 

હવે આ મિશ્રણમાં માવા મિક્સ કરો અને તેને બરાબર મિક્સ કરો.

હવે ગેસ બંધ કરો અને જ્યારે મિશ્રણ થોડું ઠંડુ થાય ત્યારે થોડી થોડી માત્રા માં લઈને લાડુ બનાવો. પિસ્તા થી ગાર્નિશ કરીને લાડુ ને સર્વ કરો.

Post a Comment

0 Comments