હોસ્પિટલ થી ઘરે આવ્યા બાદ દીકરાને ગળે ના લગાવી શકતા રડી પડ્યા ડોક્ટર પિતા, જુઓ વિડીયો


દુનિયાભર માં ડોક્ટર અને સ્વાસ્થ્યકર્મિ પોત પોતાના દેશવાસીઓની જિંદગી બચાવવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. આ લોકો 24 કલાક અને 7 દિવસ કામ કરી રહ્યા છે. જેથી કરીને કોરોના વાયરસ ના દર્દીઓ સજા થઇ શકે.

કોરોના વાયરસ ના દર્દી ને સજા કરવામાં દુનિયા ભરમાં ઘણા ડોક્ટર પોતે પણ સંક્રમિત થયા અને પોતાનો જીવ ગુમાવી બેઠા છે. આ મહામારી ના સંકટ ના સમય નો એક એવો વિડીયો સામે આવ્યો છે, જેને જોઈને તમારી આંખો પણ ભીની થઇ જશે.

જે સોસીયલ મીડિયા પર રાતોરાત વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો ના અનુસાર, દર્દીઓની સારવાર બાદ ડોક્ટર જયારે પોતાના ઘરે પરત ફરે છે તો તે પોતાના દીકરાને ભેટી શકતા નથી. જેથી તે ત્યાંજ બેસીને રડી પડે છે.

વિડીયો માં તમે પણ જોઈ શકો છો કે પોતાના પિતાને જોતાંની સાથેજ દીકરો તેમના તરફ ભાગી પડે છે. પરંતુ સોસીયલ ડિસ્ટેંસીન્ગ ને ધ્યાન માં રાખતા ડોક્ટર તરતજ પોતાના દીકરાને ત્યાંજ રોકી દે છે. ડોક્ટર તેના દીકરાને ગળે પણ લગાવી શકતા નથી. એટલા માટે તે દુઃખી થઇ ને ત્યાંજ બેસી પડે છે અને રડવા લાગે છે. ડોક્ટર નું નામ નસિર અલી અલ શહરાની છે.

ગલ્ફ ન્યુઝે પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું છે કે આવું કરીને તેમને આ મહામારી પ્રત્યે લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે. જે ખરાબ રીતે લોકોને તેમનો શિકાર બનાવે છે.

ડોક્ટરે હોસ્પિટલ થી નીકળતાની પહેલા જ તેમની પત્ની ને એ વાત ની સૂચના આપી હતી કે તે તેના બાળકોને ત્યાં સુધી તેમની પાસે ન આવવા દે જ્યાં સુધી તે પોતાના કપડાં ન બદલી લે. અને હાથો ને ક્લીન ના કરે.

Post a Comment

0 Comments