કોરોના વાયરસ સામે ની લડાઈ માટે માયાભાઇ અને કિર્તીદાન એ પણ આપ્યું આટલું દાન


વિશ્વભર માં કોરોના વાયરસ નો હાહાકાર છે ત્યારે ભારત માં કોરોના વાયરસ ના કેસમાં વધારો થતા જોવા મળી રહ્યો છે. હાલ ગુજરાત માં કોરોના કેસ ની વાત કરવામાં આવે તો તેનો પોઝિટિવ આંકડો 58 પર પહોંચી ગયો છે અને અત્યારસુધી માં 5 લોકોના મૃત્યુ પણ થયા છે.

કોરોના ના સંક્રમણ ને હરાવવા માટે દેશ ના પ્રધાન મંત્રી એ લોકડાઉન ની જાહેરાત કરી હતી. ત્યારે બીજી બાજુએ જોઈએ તો દેશ માં ગરીબ લોકો માટે ધાર્મિક સંસ્થા, બિઝનેસ મેન અને કલાકારો સરકાર ને રૂપિયા ડોનેટ કરી રહ્યા છે. ગુજરાત ના પ્રસિદ્ધ હાસ્ય કલાકાર માયાભાઇ આહીર અને ગાયક કલાકાર કિર્તીદાનભાઈ ગઢવી એ પણ સહકાર ને લાખો રૂપિયાનું દાન કર્યું છે.

રિપોર્ટ ના અનુસાર ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી એ કોરોના વાયરસ ની સ્થિતિ માં ગરીબ લોકોને મદદ કરવા માટે 11 લાખ નું દાન કર્યું હતું અને લોકોને સરકાર ના આદેશ નું પાલન કરીને ઘર ની બહાર નહિ નીકળવાની અપીલ પણ કરી હતી.

માંગલાધામ ચેટીંટેબલ ટ્રસ્ટ વતી માયાભાઇ આહીરે અને રામભાઈ કામલીયાએ 11 લાખ રૂપિયાનું દાન મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં કર્યું હતું. આ ઉપરાંત માયાભાઇ આહીરે અલગથી 1,11,111 રૂપિયાનું દાન પણ કર્યું હતું.

કોરોના વાયરસ ના કારણે લોકોને આર્થિક મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લોકોને રાહતનિધિ ફંડમાં સહયોગ આપવા માટે ની અપીલ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી ની અપીલ પછી અંબાજી અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક એક કરોડ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ હકભા ગઢવીએ પોતાની ત્રણ બેન્કના ખાતામાં રહેલા તમામ રૂપિયા સરકાર ને દાન કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, હું મારા ઘરનું ગુજરાન 50 હજાર રૂપિયાથી ચલાવીશ અને આજે સારું કામ કરવાનો મને મોકો મળ્યો છે.

Post a Comment

0 Comments