આ સરળ રીતે બનાવો ભીંડી નારિયળ મસાલા. નોંધી લો તેની સરળ રેસિપી


ભીંડો એક એવી શાકભાજી છે જેના ખાવું બધાજ લોકો પસંદ કરે છે. પરંતુ તેને એક રીતે પકાવવું અને ખાવું ઘણુંજ બોરિંગ થઇ શકે છે. આવું ના થાય એટલા માટે અમે લાવ્યા છીએ ભીંડા ના શાકભાજી ની નવી રેસિપી જેમાં નારિયેળ નો સ્વાદ નાખીને સ્વાદ ને બમણો કરી શકાય છે.

સામગ્રી

 • 250 ગ્રામ કાપેલો ભીંડો
 • 2 ટામેટા
 • 1 મોટી ડુંગળી
 • લસણ ની 5 કળી
 • એક ઇંચ છીણેલું આદુ
 • અડધો કપ ફ્રેશ નારિયેળ
 • અડધો કપ પીસેલું નારિયેળ
 • 2 ચમચી નમક
 • એક ચમચી જીરું
 • અડધી ચમચી લાલ મરચું
 • અડધી ચમચી હળદર
 • 2 ચમચી તેલ


રીત

ડુંગળી, ટામેટા, આદુ, લસણ અને અડધો કપ નારિયળ ને મિક્ષ થોડું પીસી લો. તેને એક બાઉલ માં કાઢી લો.

પેન માં તેલ નાખો અને ગરમ થવા પર તેમાં જીરું નાખી દો. ત્યારબાદ મસાલા ને તળવા માટે પૈન માં નાખો અને તેમાં બીજા અન્ય મસાલા પણ નાખી દો.

મસાલા નો કલર બ્રાઉન થઇ જાય તો તેમાં કાપેલો ભીંડો એડ કરી દો. અને મિક્ષ કર્યા પછી પ્લેટ થી ઢાંકી ને રાખી દો.

શાક ને ચડવા દો. વચ્ચે વચ્ચે તેને હલાવતા રહો જેનાથી ભીંડો બળી ના જાય. 10 મિનિટ પછી તેમાં છીણેલું નારિયેળ નાખી દો અને 5 મિનિટ સુધી તેને પાકવા દો.

હવે શાક માં તમે ઈચ્છો તો તેમાં ધાણા નાખી અથવાતો એમજ સર્વ કરી શકો છો.

Post a Comment

0 Comments