જો 15 તારીખે લોકડાઉન ખુલશે તો કરવું પડશે આ નિયમો નું પાલન


કોરોના વાયરસને કારણે ભારત સરકારનું ભારતભરમાં 21 દિવસનું લોકડાઉન છે. આ લોકડાઉન 14 એપ્રિલ સુધી રહેશે. આવી સ્થિતિમાં, જો લોકડાઉન 15 એપ્રિલના રોજ ખુલે છે, તો ચાલો અમે તમને જણાવીએ કે બધી વ્યવસ્થા કેવી હશે.

સોસીયલ ડિસ્ટેંસીન્ગ જરૂરી :


લોકડાઉનને દૂર કર્યા પછી સોસીયલ ડિસ્ટેંસીન્ગ સંપૂર્ણ રીતે અનુસરવામાં આવશે. જેથી લોકો એકબીજાથી અંતર રાખે. તે જ સમયે, રોડ પર ચાલવા સમયે લોકોએ માસ્ક લગાવવું પણ ખૂબ મહત્વનું રહેશે.

સ્કૂલ કોલેજ રહી શકે છે બંધ :


લોકડાઉન હટાવ્યા પછી કમર્શિયલ અને ટેક્નિકલ શાળાઓ, કોલેજો શરૂ થઇ શકે છે, જ્યારે સામાન્ય શાળાઓ અને કોલેજો ચોક્કસ સમય માટે બંધ રહેશે, બજારો ખોલવામાં આવશે પરંતુ મોલ્સ અને સિનેમા હોલ જેવી ચીજો હજી ખોલવામાં આવશે નહીં.

આ સ્થાનો પરથી લોકડાઉન ઝડપથી દૂર થઇ શકે છે

એવા રાજ્યો અને શહેરોમાં જ્યાં કોરોના ના કેસો ઓછા આવ્યા છે કે આથવા તો આવ્યા નથી, તે સ્થાનો પર લોકડાઉન ઝડપથી દૂર થઇ શકે છે, પરંતુ લોકડાઉનને દૂર કર્યા પછી, સોસીયલ ડિસ્ટેંસીન્ગનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે.

Post a Comment

0 Comments