આ રાજ્ય એ લોકડાઉન 30 એપ્રિલ સુધી વધાર્યું, શાળા-કોલેજ પણ 17 જૂન સુધી રહેશે બંધ


દેશમાં કોરોનાવાયરસ ના કારણે 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. કોરોનાવાયરસ ના વધતા જતાં સંક્રમણના કારણે લોકડાઉન નો સમય પૂર્ણ થાય તે પહેલાં જ આ રાજ્ય દ્વારા લોકડાઉન સમય વધારી દીધો છે. ઓરિસ્સા દેશનું પહેલું રાજ્ય બન્યું છે જેમણે લોકડાઉન ના સમય વધારી દીધો છે. આ રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યમાં 30 એપ્રિલ સુધી લોકડાઉન નું એલાન કર્યુ છે.

કોરોના સંકટને જોતા દેશભરમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન છે. કેબિનેટ બેઠક પછી ઓરિસ્સાના મુખ્યમંત્રીએ કહ્યું કે આ મહત્ત્વપૂર્ણ મોડ ઉપર અમારે લોકોને બચાવવા અને આર્થિક ગતિવિધિઓને પાટા ઉપર લાવવા માટે આ નિર્ણય લેવાનો છે. આજે કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે અમારા રાજ્યના લોકોના જીવ બચાવો અમારા માટે સૌથી પહેલી પ્રાથમિકતા છે. જેને કારણે અમને 30 એપ્રિલ સુધી લોકડાઉન ને વિસ્તાર કરવાનો નિર્ણય લીધો છે.

પ્રધાનમંત્રી મોદી ને અપીલ કરતા રાજ્યના મુખ્યમંત્રીએ કહ્યું છે કે અમે ભારત સરકારને 30 એપ્રિલ સુધી સંપૂર્ણ ને લોકડાઉન કરવાની સલાહ આપી છે. આ ઉપરાંત અને કેન્દ્ર સરકારને 30 એપ્રિલ સુધી એરલાઇન અને રેલવે સેવા શરૂ નહી કરવાની અપીલ પણ કરીએ છીએ.

સંપૂર્ણ લોકડાઉન નો સમય પુરો થાય તે પહેલા જ ઓરિસ્સા એ લોકડાઉન ના સમય ને વધારી દીધો છે મુખ્યમંત્રી નવીન પટનાયકે રાજ્યમાં 30 એપ્રિલ સુધી નું લોકડાઉન એલાન કરી દીધું છે. બહાર ફસાયેલા લોકો અંગે નવીન પટનાયકે કહ્યું કે દેશના જુદા જુદા વિસ્તારોમાં ફસાયેલા ઓરિસ્સાના લોકોને લઈને સરકારની ચિંતા છે. તેમના માટે અમે સંબંધિત રાજ્ય સરકારો સાથે સંપર્કમાં છે. પોલીસ સાથે લોકો નું ધ્યાન રાખશે જે ફસાયેલા છે.

આગળ મુખ્યમંત્રી નવીન પટનાયકે આશ્વાસન આપ્યું છે કે પહેલાંની જેમ જ જરૂરી સામાન પરિવહનમાં કોઈપણ મુશ્કેલી આવશે નહીં. અમે કોરોના ટેસ્ટ અને ટ્રીટમેન્ટ ની સુવિધા વધારવા માટે કોઈ કચાસ બાકી રહેવા દેશું નહીં અમે રાજ્યમાં જલ્દી એક લાખ ટેસ્ટ કરવાનો પ્લાન બનાવ્યો છે. જ્યાં સુધી શિક્ષણ સંસ્થાનો સંબંધ છે, તે 17 જૂન સુધી બંધ રહેશે.

નવીન પટનાયક દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે કોરોનાવાયરસ માનવજાતિ ઉપર ખૂબ જ મોટો ખતરો છે માટે ઘરમાં રહો અને સુરક્ષિત રહો. તેમનો સામનો આ રીતે જ કરી શકાશે.

Post a Comment

0 Comments