51 વર્ષના થઈ ચૂક્યા છે મનોજ બાજપેયી, શબાના રજા સાથે કર્યા હતા લગ્ન


મનોજ બાજપેયી બોલીવુડના દિગ્ગજ એક્ટર છે. 23 એપ્રિલ એ મનોજ બાજપેયી નો જન્મદિવસ હોય છે. તે 51 વર્ષના થઈ ચૂક્યા છે. સત્યા, પિંજર, જુબૈદા, અક્સ, કૌન, 1971 સહિત બૉલીવુડની ઘણી ફિલ્મોમાં તેમણે પોતાની એક્ટિંગ થી રાજ કર્યું છે. લોકડાઉનના કારણે મનોજ બાજપેયી પોતાનો જન્મદિવસ ઉત્તરાખંડમાં માનવી રહ્યા છે. તે ત્યાં પરિવાર સહિત ત્યાં ફસાયેલા છે. તમને કહી દઈએ કે મનોજ બાજપેયી એ શબાના રજા એટલે કે કરીબ ફેમ નેહા સાથે લગ્ન કર્યા છે. નેહા 1998માં ફિલ્મ કરીબ થી બોલિવૂડમાં લોન્ચ થઇ હતી. શબાના રજા મુસ્લિમ પરિવારમાં જન્મી છે.


18 એપ્રિલ 1977 માં રજા નો જન્મ નાંદેડ માં થયો હતો. જ્યારે શબાના દિલ્હીમાં અભ્યાસ કરી રહી હતી ત્યારે તેમની મુલાકાત લીધી વિદુ વિનોદ ચોપડા સાથે થઈ. ચોપડા એ તેમને પોતાની ફિલ્મ કરીબ માટે સાઇન કરી અને તેમનું નામ શબાના રજા થી નેહા રાખ્યું.બોલીવુડ માં શબાના આઝમી નામ ની પહેલી એક્ટ્રેસ રહી છે એના કારણે જ સબાના નું નામ નેહા રાખવામાં આવ્યું. ફિલ્મ કરીબ મા શબાના એ નેહા નામની છોકરીનો કિરદાર કર્યો છે અને તે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નેહા નામથી મશહૂર થઈ. નેહાએ બૉલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું.


નેહા ની પહેલી ફિલ્મ કંઈ ખાસ બિઝનેસ કરી શકી ન હતી. પરંતુ ત્યારબાદ તેમણે અહેસાસ, રાહુલ મુસ્કાન, કોઈ મેરે દિલ મે હે અને પ્યાર કી હોગી જીત જેવી ફિલ્મોમાં નજર આવી પરંતુ આ ફિલ્મ કંઇ ખાસ ચાલી નહીં. નેહા બોલીવુડમાં પોતાનો પગ જમાવી શકી નહીં.


વર્ષ 2006માં નેહા એ એક્ટર મનોજ બાજપેયી સાથે લગ્ન કરી લીધા. નેહા અને મનોજ બાજપેયી પહેલી મુલાકાત ફિલ્મ કરીબ ના રિલીઝ બાદ થઇ હતી.નેહા ની ફિલ્મ ગરીબ અને મનોજ ની ફિલ્મ સત્યા એક સાથે રિલીઝ થઈ હતી. નેહાને મનોજ ની વચ્ચે પ્રેમ 2008માં થયો.


ઘણા વર્ષ સુધી એકબીજાના પ્રેમ માં રહ્યા બાદ મનોજ અને નેહા એ લગ્ન કરી લીધા. હવે તે બંને એક દીકરીના માતા-પિતા છે. લગ્ન પછી નેહા એ ફિલ્મોથી દૂર બનાવી લીધી. વર્ષ 2008માં નેહા એ પોતાનું અસલી નામ શબાના રજા થી બોલીવુડમાં કમબેક કર્યું. ફિલ્મ મેકર સંજય ગુપ્તા ની ફિલ્મ અલીબાગ મા જોવા મળી.


એવી ખબર આવી હતી કે નેહા સંજય દત્તની બાયોપિકમાં તેમની વાઈફ માન્યતા નો રોલ કરશે. પરંતુ ત્યારબાદ આ રોલ દિયા મિર્ઝા ને મળ્યો. નેહા નું કહેવું છે કે તેમણે બોલિવૂડમાં પાછા ફરવાની કોઈ પણ ઉતાવળ નથી.


એ પોતાના ઘર અને દીકરી નું ધ્યાન રાખવા માંગે છે. તે પ્રોડ્યુસર ના દરવાજે દરવાજે જઈને રોલ નથી માંગતી. જ્યારે સાચો સમય સાચો રોલ મળશે તો નેહા ફરીથી ફિલ્મોમાં પાછી ફરશે. હાલમાં તે મિસેજ મનોજ બાજપેયી બનીને ખુશ છે.

Post a Comment

0 Comments