26 કલાક સુધી કોરોના સંક્રમણ સાથે લડવા વાળી 6 મહિના ની બાળકી નું મૃત્યુ, હૃદય માં હતું કાણું


26 કલાક સુધી કોરોનાવાયરસ ના સંક્રમણ સામે લડવા વાળી છ મહિનાની બાળકી ચંદીગઢ પીજીઆઈ માં ગુરુવારે બપોરે દમ તોડયો. ડોક્ટરે કહ્યું કે સંક્રમણની પુષ્ટિ પછી તેમને બુધવારે સવારે 11 વાગ્યે કોરોના વોર્ડમાં ભરતી કરવામાં આવી હતી. તે બુધવારની રાતથી વેન્ટિલેટર અને ગ્લુકોજ પર હતી. ઇન્ફેક્શન ઘણું જ વધી ગયું હતું. જેના કારણે તેમને બચાવી શકાઈ નહીં. તેમણે પીજીઆઈ ના એડવાન્સ પીડીયાટ્રીક સેન્ટરમાં હૃદયમાં કાણા નો ઈલાજ માટે ભરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સંક્રમણની પુષ્ટિ થઈ.

9 એપ્રિલે બાળકીને કરવામાં આવી હતી એડમીટ

જન્મના સમયે બાળકીનું વજન અઢી કિલો હતું. છ મહિનાની ઉંમર થવા છતાં તેમનું વજન ત્રણ કિલો ની આગળ વધ્યું નહિ. પરિવારજન તેમને જલંદર ના એપોલો હોસ્પિટલ લઈને ગયા. જ્યાં 36 દિવસ ઈલાજ ચાલ્યો. હાર્ટ ફેઇલ્યર ની આશંકા પછી તેમને પીજીઆઈ રેફર કરવામાં આવ્યું. એમ્બ્યુલન્સ થી 9 એપ્રિલ એ તેમને લઈને પીજીઆઈ આવ્યા. અહીં તેમના હૃદયમાં કાણું હોવાનું ખબર પડી અને સર્જનની સલાહ આપવામાં આવી. પરંતુ સર્જરી ના પહેલા તે સંક્રમિત થઈ ગઈ. બાળકી માં તાવ ના લક્ષણ હતા નહીં, પરંતુ શરીરના અંગો એ રિસ્પોન્સ આપવાનું બંધ કરી દીધું હતું. ફગવાડા ની રહેવાવાળી આ બાળકી ને મંગળવારે કરોના સંક્રમિત મળી આવી હતી.

માતા-પિતા કોરોના પોજિટિવ નથી

વેન્ટીલેટર ઉપર રાખવામાં આવેલી બાળકી ને માતા જોવા માટે જતી હતી. બાળકીના પિતા રામુ અને તેમની મા બન્ને કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો. કોઈની પણ રિપોર્ટ પોઝિટિવ નથી. નાની અને નાના નો પણ ટેસ્ટ થયો તેમાં પણ સંક્રમણ મળી આવ્યું નહીં. સવાલ એ ઊઠી રહ્યો છે કે આ બાળકીને કોરોના થયો કઈ રીતે?

બાળકીના સંપર્ક માં આવેલા 18 ડોક્ટર, એચએ અને એક્સરે ટેક્નિશિયન સહીત 54 કર્મચારી ની રિપોર્ટ નેગેટિવ આવી છે. પીજીઆઈ એ બધુવાર એ 18 ડોક્ટર ને કોરોનટાઇન કરીને તેમને આઇસોલેશન વોર્ડ માં ભર્તી કર્યા હતા. બાકી સ્ટાફ ની રિપોર્ટ પણ નેગેટિવ આવતા તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા.

Post a Comment

0 Comments