છ માસ ની બાળકીને કોરોના નો ચેપ, ઈચ્છા હોવા છતાં પણ માતા તેની બાળકીને ગળે નથી લગાવી શકતી


  • કોરોના વાયરસ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. કોરોના વાયરસ નાના બાળકોને પણ નથી છોડી રહ્યો. ત્યારે બ્રિટન ની એક મિરેકલ બાળકી પણ આ વાયરસનો ભોગ બની છે. માત્ર છ મહિનાની એરિન બેટ્સ જન્મી ત્યારથી તેને હૃદયની તકલીફ હતી. જેને કારણે તે ઓપન હાર્ટ સર્જરી કરવી પડી હતી. સ્વાસ નળી ની પણ સમસ્યા ધરાવતી એની ખાસો સમય હોસ્પિટલમાં રહ્યા બાદ આખરે ઘરે ગઈ હતી અને તેની બચી જવાની પણ ડોક્ટરે આશા વ્યક્ત કરી હતી. જોકે ગત શુક્રવારે જ તેને કોરોના નો ચેપ લાગી ગયો હતો.
  • વાત કરવામાં આવે તો આ બાળકીની તો તેમને હાલમાં જ હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવી છે અને તેની સ્થિતિ દર્શાવતો ફોટોગ્રાફ તેના માતા-પિતાએ શેર કર્યો છે તેને શ્વાસ લેવામાં કોઈ તકલીફ ન થાય તે માટે તેને કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવા માં આવી રહ્યો છે. તેના શરીર પર બીજા ઇક્વિપમેન્ટ પણ લગાવવામાં આવ્યા છે જેથી તેના અન્ય અંગો અને ગતિવિધિ ઉપર પણ નજર રાખી શકાય.
  • એરિન સાથે તેના માતા એમ્મા બેટ્સ હોસ્પિટલમાં જ રહે છે તેના પિતા હાલ પોતાના ઘરેજ આઇસોલેશન મા છે અને વિડીયો કોલ દ્વારા પોતાની દીકરી ને જોતા રહે છે. બેટ્સ દંપતીના લગ્ન એક દાયકા બાદ એરિના નો જન્મ થયો હતો. તેઓ ઘણા સમયથી બાળક માટે પ્રયાસ કરી રહ્યા હતા પણ ડોક્ટરની સલાહ લીધા બાદ તેમને ખબર પડી હતી કે કદાચ ત્યારે માતા-પિતા નહી બની શકે. જો કે એમ્મા દસ વર્ષ બાદ કુદરતી રીતે ગર્ભવતી બની અને તેણે એરિન ને જન્મ આપ્યો.

  • બેસ્ટ દંપતીનું કહેવું છે કે એરિન પહેલાથી ખૂબ જ મજબૂત છોકરી છે અને તેના બચવાની કોઇ શકયતા ન હોવા છતાં તે અનેક શારીરિક તકલીફોને હરાવી ચૂકી છે. તેમને વિશ્વાસ છે કે તેમની દીકરી કોરોનાવાયરસ ને પણ હરાવી ને જલ્દી ઘરે પરત પછી ફરશે.
  • બ્રિટનમાં કોના કોરોના ની હાલની પરિસ્થિતિ છે વિકટ છે લોકડાઉનને ગંભીરતાથી ના લઈ રહ્યા હોવાનું કહેતા બેટ્સ દંપતિ એ અંગે જણાવે છે કે તેઓ સુપરમાર્કેટમાં ગયા ત્યારે ત્યાં જબરદસ્ત ભીડ હતી. તેમને બાળકીને કોરોના નો ચેપ લાગી શકે છે તેઓ તેમને પહેલાથી જ ડર હતો. જે લોકો વાયરસને ગંભીરતાથી નથી લેતા તેમના માટે એરિનની માતાએ એક લાંબી પોસ્ટ પણ લખી છે.

Post a Comment

0 Comments