પીએમ મોદી એ જનતા પાસે સાત વચનો દ્વારા માંગ્યો કોરોના સામેની લડત માં સહકાર, જાણો સાત વચનો વિષે  • કોરોના વાઇરસના કારણે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે 21 દિવસ પૂર્ણ થવા ઉપર નરેન્દ્ર મોદીએ ફરીથી દેશને સંબોધિત કરતા 3 મે સુધી લોકડાઉન ને લંબાવી દીધું છે. સાથે જ દેશના લોકોને આ સાત બાબતોનું વિશેષ ધ્યાન રાખવા માટે પણ કહ્યું છે. તો ચાલો જાણીએ સાત બાબતો કઈ છે.
  • 1. તમારા ઘરના વડીલોની ખાસ કાળજી લો, ખાસ કરીને અંતર્ગત સમસ્યાઓવાળા લોકો.
  • 2. લોકડાઉન અને સોશિયલ ડીસટન્સિંગ નું યોગ્ય પાલન કરવું જોઈએ. ઘરે બનાવેલા ફેસ કવર અને માસ્કનો ઉપયોગ કરવો જોઈએ.
  • 3. આયુષ મંત્રાલયે આપેલા નિર્દેશોનું પાલન કરીને તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવી.
  • 4. કોરોનાવાયરસને ફેલાવવા પર કાબૂ મેળવવા માટે, આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
  • 5. જ્યાં શક્ય હોય ત્યાં ગરીબ પરિવારોને મદદ કરો.
  • 6. તમારા વ્યવસાયોમાં, તમારા સહકાર્યકરોને મદદ કરો, લોકોને નોકરીએ થી કાઢશો નહીં.
  • 7. કોરોનાવાયરસ ‘સૈનિકો’ – ડોકટરો, નર્સો, સ્વચ્છતા કર્મચારીઓનો – તેમનો આદર કરો.

Post a Comment

0 Comments