રામાયણ એ તોડ્યા TRP ના બધા રેકોર્ડ, આટલા દર્શકો જોઈ રહ્યા છે રામાયણ, આંકડો જાણીને ચૌકી જશો


કોરોના મહામારી વચ્ચે 21 દિવસ નું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. બધાજ લોકો આ મહામારી વચ્ચે પોતાના ઘર માં રહી રહ્યા છે. તેમને ઘરમાં રહેવાની વારંવાર સૂચના આપવામાં આવી રહી છે. એ વચ્ચે સોસીયલ મીડિયા પર રામાયણ અને મહાભારત ને ડીડી નેશનલ પર ચલાવવા ની ભારે માંગ થઇ હતી.

રામાનંદ સાગર ના આ શો એ ફરીથી પોતાની લોકપ્રિયતા ને સાબિત કરી દેખાડી છે. ઓન એર થતાની સાથેજ શો એ બધાજ ટીઆરપી ના રેકોર્ડ તોડી નાખ્યા છે. રામાયણ શો ની વાત કરવામાં આવે તો હાલ માં કોઈ પણ શો તેના ટક્કર માં નથી.

વર્ષ 2015 થી લઈને અત્યારસુધી જનરલ એન્ટરટેઇન્મેન્ટ કેટેગરી ના કિસ્સા માં આ શો બેસ્ટ શો બની ગયો છે. શો ના ટીઆરપી રેટિંગ વિષે જાણકારી ડીડી નેશનલના સીઈઓ શશી શેખરે આપી છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે "મને આ વાત જણાવતા ખુબજ આનંદ થઇ રહ્યો છે કે દૂરદર્શન પર પ્રસારિત થઇ રહેલો શો રામાયણ વર્ષ 2015 થી લઈને અત્યારસુધી નો સૌથી વધુ ટીઆરપી જનરેટ કરનારો હિન્દી જનરલ એન્ટર્ટેન્ટમેન્ટ શો છે. શશીએ આ વાત બાર્ક દ્વારા જણાવી હતી.

તેમણે આ વિષે વધુ વાત કરતા કહ્યું હતું કે જ્યારેથી બાર્કે 2015 માં રેટિંગ શરુ કરી છે, ત્યારથી દૂરદર્શન માટે આ એક રેકોર્ડ છે. કોરોના સામેની લડાઈ પછી લોકો દૂરદર્શન વધુ જોઈ રહ્યા છે. પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો રિપોર્ટ મુજબ BARC રેટિંગ માં રામાયણ રિપીટ શો એ બાજી મારી લીધી છે. 4 શો માં 170 મિલિયન દર્શક મળ્યા છે.

લોકડાઉન બાદ સોસીયલ મીડિયામાં રામાયણ અને મહાભારત ની ભારે માંગ થઇ હતી. જેના કારણે તેમને રીટેલિકાસ્ટ કરવામાં આવ્યા. ત્યારબાદ લોકો એ ઇન્ડિયન સુપર હીરો શક્તિમાન ની પણ માંગ કરી હતી. જેને પણ પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ ઘણા બધા શો એટલે કે બ્યોમકેશ બક્શી, ફોજી, સર્કસ, દેખ ભાઈ દેખ અને શ્રીમન શ્રીમતિ જેવા શો પણ પાછા રીટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યા છે.

લોકડાઉન ના પહેલા થી એટલે કે 19 માર્ચ થી બધાજ ટીવી શૂટિંગ ને બંધ કરી દેવામાં આવ્યા છે. એવાં ઘણી અન્ય ચેનલ પણ જુના શોઝ નું પુનઃ પ્રસારણ કરી રહી છે.

Post a Comment

0 Comments