3 મે સુધી દેશમાં લોકડાઉન વધારાયું, PM મોદી દ્વારા મોટી જાહેરાત,  • કોરોનાને પ્રસરતો રોકવા સરકારે 21 દિવસ માટે દેશભરમાં લાગુ કરેલા લોકડાઉનની મુદત 14મીએ એટલે કે આજે પૂરી થઈ રહી છે. ત્યારે પીએમ મોદી આજે ફરી એકવાર રાષ્ટ્રને સંબોધન કરી રહ્યા છે. લોકડાઉન 2.0ની જાહેરાત કરે તેવી સંભાવના. વડાપ્રધાનના સંબોધન સાથે જોડાયેલા તમામ અપડેટ્સ અહીં….
  • દેશમાં 3 મે સુધી લોકડાઉન વધારવાની પીએમ મોદીએ કરી જાહેરાત
  • લોકડાઉનના આ સમયમાં દેશના લોકો જે રીતે નિયમોનું પાલન કરી રહ્યા છે જે સંયમથી પોતાના ઘરમાં રહીને તહેવાર મનાવી રહ્યા છે તે ખૂબ જ પ્રશંસનીય છે: પીએમ મોદી

  • હું જાણું છું કે તમને કેટલી મુશ્કેલીઓ પડી છે. કોઇને જમવામાં પરેશાની, કોઇને આવવા-જવાની પરેશી, કોઇ ઘર-પરિવારથી દૂર છે
  • કોરોના વૈશ્વિક મહામારીના વિરૂદ્ધ ભારતની લડાઇ, ખૂબ મજબૂતીની સાથે આગળ વધી રહ્યો છે. તમારી તપસ્યા, તમારા ત્યાગના લીધે ભારત અત્યાર સુધી, કોરોનાથી થનાર નુકસાનને કેટલીક હદ સુધી ટાળવામાં સફળ રહ્યા છે.
  • પીએમ મોદી દેશને સંબોધિત કરી રહ્યા છે. તેમણે કોરોનાની વિરૂદ્ધ લડાઇમાં દેશવાસીઓના સહયોગની પ્રશંસા કરી
  • છેલ્લાં 24 કલાકમાં દેશમાં 1211 નવા કેસ, 31ના મોત
  • ભાજપ શાસિત રાજ્યો કેન્દ્રની જાહેરાતની રાહ જુએ છે
  • દેશના આઠ રાજ્યો પંજાબ, મહારાષ્ટ્ર, તેલંગણા, પશ્ચિમ બંગાળ, ઓડિશા, તામિલનાડુ, પુડ્ડુચેરી અને અરુણાચલ પ્રદેશે પણ 14મીથી બે અઠવાડિયા માટે એટલે કે 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી દીધી છે
  • મોદી સાથે રાજ્યોના સીએમની વીડિયો કોન્ફરન્સમાં વધુ 13 રાજ્યોએ 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવવાની તરફેણ કરી હતી

Post a Comment

0 Comments