20 એપ્રિલ પછી સરકારે આપી આ કામો માં છૂટ, વાંચો સંપૂર્ણ વિગતે


  • કોરોનાવાયરસ નો ચેપ રોકવા માટે લોકડાઉનનો ભાગ 2 શરૂ કરી દેવામાં આવ્યો છે. સરકારે આ અંગે નવી ગાઇડલાઇન પણ આજે બહાર પાડી દીધી છે. આ મુજબ 20 એપ્રિલથી આઇટી, આઇટી એનેબલ્ડ સર્વિસીસ અને ઈ-કોમર્સ કંપનીઓ અને કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. લોકડાઉન ચાલુ રહે ત્યાં સુધી સરકારે આઇટી સેકટરને તેના 50 ટકા કર્મચારીઓ સાથે કામ કરવાનું ખાસ કહ્યું છે. જોકે ઇ-કોમર્સ કંપનીઓ ઉપર આ પ્રકારની કોઇ પણ પાબંધી નથી.
  • ગૃહ મંત્રાલય એ બહાર પાડેલી નવી ગાઈડલાઈન અનુસાર દેશની ડિજિટલ અર્થવ્યવસ્થા માટે સર્વિસ ક્ષેત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે દેશના આર્થિક વિકાસ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઈ કોમર્સ ની સરકારી પ્રવૃત્તિઓ માટે આઈ, આઇટીએસ, ડેટા અને કોલ સેન્ટરો નું કામ પણ શરૂ થઇ જશે. આ સમયગાળા દરમિયાન ફક્ત શાળાઓ અને કોલેજોમાં ઓનલાઇન વર્ગો ચલાવવામાં આવશે.


  • ગૃહ મંત્રાલય એ કૃષિ અને એને સંલગ્ન ક્ષેત્રોમાં કામ કરવાની મંજૂરી આપી છે. મેન્યુફેક્ચરિંગ, SEZ નાના ઉદ્યોગ એકમો, નિકાસ જોડાયેલા એકમો, ઔદ્યોગિક વસાહતોમાં 20 એપ્રિલથી કામ શરૂ થશે.
  • ઉદ્યોગમાં જરૂરી છે કે સરકાર તેમને કામ કરવાની મંજૂરી આપી રહી હોય પણ તેમના કર્મચારીઓને ઓફિસ, યાર્ડ અથવા તેની બાજુમાં આવેલું કોઈપણ બિલ્ડિંગમાં સામાજિક અંતર નું પાલન કરવું પડશે. જોકે 20 એપ્રિલ થી આપવામાં આવેલી આ મુક્તિ હોટસ્પોટ વિસ્તારોમાં લાગુ પડશે નહીં.

Post a Comment

0 Comments