અભિષેક-એશ્વર્યા માનવી રહ્યા છે પોતાની 13મી એનિવર્સરી, જુઓ તેમના લગ્ન ની આ ખાસ તસ્વીરો


અભિષેક અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચન હેપીલી મેંરિડ છે. બંનેના લગ્ન 13 વર્ષ થયાં છે. અભિષેક અને એશ્વર્યા વચ્ચેનો પ્રેમ ફિલ્મ 'ગુરુ' ના સેટ પર થયો હતો અને બંનેએ એક બીજાને એટલો પ્રેમ કર્યો હતો કે 2007 માં તેમના લગ્ન થઈ ગયા.


20 એપ્રિલ 2007 ના રોજ અભિષેક એશ્વર્યાએ અમિતાભ બચ્ચનના બંગલા પ્રતિક્ષામાં લગ્ન કર્યા. એશ્વર્યાની સંગીત વિધિના ફોટા થોડા દિવસો પહેલા વાયરલ થયા હતા.અભિષેક તેના પિતા અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ મૃત્યુદાતાના શૂટિંગ માટે સ્વિટ્ઝરલેન્ડ ગયા હતા અને પહેલી વાર એશ્વર્યા સાથે સામનો થયો હતો. એશ તે સમયે બોબી દેઓલ સાથે તેની પહેલી ફિલ્મ અને પ્યાર હો ગયા નું શૂટિંગ કરી રહી હતી. બોબીએ અભિષેકને હોટલમાં મળવા બોલાવ્યો હતો અને તેણે એશ્વર્યાને પહેલીવાર જોઇ હતી.

વર્ષ 2000 માં અભિષેકને એશ્વર્યા સાથે ફિલ્મ 'ઢાઈ અક્ષર પ્રેમ કે' ફિલ્મમાં કામ કરવાની તક મળી. આ ફિલ્મ તો ચાલી શકી નહીં, પરંતુ એશ્વર્યા અને અભિષેક સારા મિત્રો બની ગયા. તે દરમિયાન એશ્વર્યા અભિષેક સેટ પર ઘણી વાતો કરતા.


તેઓ એકબીજા સાથે તેમના લવ લાઈફની ચર્ચા પણ કરતા, પરંતુ કોને ખબર હતી કે તેમની કિસ્મત રેખાઓ પછીથી જોડાઈ જશે. વર્ષ 2002 માં, અભિષેકે કરિશ્મા સાથે સગાઈ કરી, પરંતુ માત્ર ચાર મહિના પછી, ફેબ્રુઆરી 2003 માં, તેમની આ સગાઇ તૂટી ગઈ.


વર્ષ 2005 માં અભિષેક અને એશ્વર્યાને ફિલ્મ ઉમરાવ જાન, ધૂમ 2 અને ગુરુ ફિલ્મોમાં સાથે કામ કરવા નો અવસર મળ્યો. ફિલ્મ ગુરુમાં, અભિષેક અને એશ સ્ક્રીન પર એક સાથે કમાલ કરી રહ્યા હતા. આ કદાચ તેમની અસલી લાગણીઓની અસર હતી. તેની લવ સ્ટોરીની જેમ આ ફિલ્મ પણ સુપર હતી.અભિષેક અને એશ ડેટિંગ શરૂ કરી ત્યારે આ સંબંધ બોલીવુડ માટે મોટા સમાચાર બન્યા. બોલિવૂડના બંને સ્ટાર્સે એક બીજા સાથે મળવાનું શરુ કર્યું હતું.આથી અફસાએ મીડિયા સુધી પહોંચવાનું શરૂ કર્યું. હવે બોલીવુડે દરેક જગ્યાએ નવા કપલની ચર્ચા શરૂ થવા લાગી હતી.2006 માં, ગુરુ રિલીઝ થઇ. ફિલ્મનું પ્રીમિયર ન્યૂયોર્કમાં થયું હતું અને અભિષેકે એશ્વર્યાને લગ્ન માટે પ્રપોઝ કર્યો હતો. એશ્વર્યાએ અભિષેકના પ્રેમ ને હા કરવામાં જરા પણ મોડું કર્યું નહિ. એશ અને અભિષેકે લગ્ન કરવાનું નક્કી કર્યું. બચ્ચન પરિવારે દીકરાની પસંદગીને લીલીઝંડી આપી.


જ્યારે તેમના માતાપિતા બંને લગ્ન વિશે વાત કરવા માટે મળ્યા હતા, ત્યારે જાણવા મળ્યું હતું કે એશના જન્મ કુંડળીમાં માંગલિક દોષ છે. આ ખામીઓને દૂર કરવા બચ્ચન પરિવારે કાશીથી કન્યા કુમારી સુધીના મંદિરોમાં પૂજા-અર્ચના કરી હતી.

એશ્વર્યા પણ દરેક પૂજામાં હાજર હતી. જ્યારે બંને પરિવારોને લાગ્યું કે બધા ગ્રહો દૂર થઈ ગયા છે, ત્યારે તેઓ 14 ફેબ્રુઆરી, 2007 ના રોજ સગાઇ કરી.


બોલિવૂડમાં આ અત્યાર સુધીનું સૌથી હાઇપ્રાઇડ લગ્ન હતા. એશ્વર્યા અને અભિષેકના લગ્નને કેમેરામાં કેદ કરવા માટે મીડિયા ભેગી થઈ હતી, જ્યારે દુલ્હા દુલ્હન ની એક ઝલક મેળવવા માટે લોકો રાહ જોઈ રહ્યા હતા. લગ્ન બાદ અભિષેક અને એશ્વર્યા યુરોપના ઘણા દેશોમાં હનીમૂન માટે ગયા હતા.

અભિષેક અને એશ્વર્યા એવા કેટલાક ભાગ્યશાળી યુગલોમાં છે જેમનો પ્રેમ મંજિલ સુધી પહોંચ્યો. બ્યૂટી ક્વીન એશ અને જુનિયર બચ્ચનના લગ્નને 13 વર્ષ થયા છે.

Post a Comment

0 Comments