અખાત્રીજ : માં લક્ષ્મી ને આ મંત્રો થી પ્રસન્ન કરીને મેળવો તેમની વિશેષ કૃપા


વૈશાખ માહ ના શુક્લ પક્ષ ની તૃતીયા તિથિ ને અક્ષય તૃતીયા મનાવવા માં આવે છે. વર્ષ 2020માં આ વિશેષ દિવસ 26 એપ્રિલ, રવિવાર એ છે. અક્ષય તૃતીયા ને આખા ત્રીજ કહેવામાં આવે છે. શાસ્ત્રો માં કહેવામાં આવ્યું છે કે અક્ષય તૃતીયા ના દિવસે મુહૂર્ત જોયા વગર શુભકાર્ય કરી શકાય છે. વ્યક્તિ દ્વારા કરવામાં આવે શુભકામ નું પૂરું ફળ મળે છે. ચાર અબુજ મુરત માંથી એક છે અને આ દિવસને સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે.

લોકડાઉન ની વચ્ચે અક્ષય તૃતીયા


અખાત્રીજની શુભતા ના કારણે આ દિવસે લગ્ન વિવાહ, ગૃહપ્રવેશ, નવો વેપારની શરૂઆત, ધાર્મિક અનુષ્ઠાન નું આયોજન કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોનાવાયરસ મહામારી ના કારણે બધું જ બંધ રાખવામાં આવ્યું છે. દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. એવામાં તમે ઘર પર જ રહીને અક્ષય તૃતીયા ની પૂજા કરી શકો છો અને વિશેષ રૂપથી માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો.

અક્ષય તૃતીયા પર લક્ષ્મી પૂજા

અક્ષય તૃતીયાના દિવસે માં લક્ષ્મીને ખુશ કરવા માટે પૂજા કરવામાં આવે છે. માતા લક્ષ્મીની ઉપાસના માટે અક્ષય તૃતીયા ના દિવસે ઘર પર જ લક્ષ્મીની પ્રતિમાને કાચા દૂધથી સ્નાન કરાવો. કેસર અને કુમકુમથી તેમનું પૂજન કરો. જો ઘરમાં ગંગાજળ છે તો તેમનો ઉપયોગ પણ તમે કરી શકો છો.

માતા લક્ષ્મી ને પ્રસન્ન કરવા માટે ખાસ મંત્ર


પૌરાણિક શાસ્ત્રો ના પ્રમાણે અક્ષયતૃતીયા એટલે કે અખાત્રીજ ને સર્વસિદ્ધ મુહુર્ત માનવામાં આવ્યું છે. તમે માતા લક્ષ્મીનું પૂજન કર્યા પછી અહીં આપેલા કોઈપણ એક મંત્રની પાંચ માળાનો જાપ કરી શકો છો. લક્ષ્મીજીનો આશીર્વાદ મળવાથી જીવન ખુશહાલ રહે છે અને આર્થિક સ્થિતિ ખૂબ જ સારી બને છે.


  • ॐ विद्या लक्ष्म्यै नम:
  • ॐ सौभाग्य लक्ष्म्यै नम:
  • ॐ आद्य लक्ष्म्यै नम:
  • ॐ अमृत लक्ष्म्यै नम: 
  • ॐ पहिनी पक्षनेत्री पक्षमना लक्ष्मी दाहिनी वाच्छा भूत-प्रेत सर्वशत्रु हारिणी दर्जन मोहिनी रिद्धि सिद्धि कुरु-कुरु-स्वाहा

Post a Comment

0 Comments