કોરોના વોરિયર્સ ને અક્ષય કુમાર એ કર્યું સલામ, વિડીયો જોઈ તમે પણ થઇ જશો ભાવુક


કોરોનાવાયરસ જેવી મહામારી થી સંપૂર્ણ વિશ્વ સામનો કરી રહ્યું છે. સંકટની આ ઘડીમાં ડોક્ટર, નર્સ અને મેડિકલ સ્ટાફ પોતાની જાન અને પોતાના પરિવારની ચિંતા કર્યા વગર લોકોની મદદ કરી રહ્યા છે. પોતાની જાણ દાવ ઉપર લગાવી દિવસ-રાત લોકોની સેવા કરી રહ્યા સ્વાસ્થ્યકર્મિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કોરોનવોરિયર્સ નો ખિતાબ આપી ચૂક્યા છે.

હવે બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર અને પ્રોડ્યૂસર કરન જોહર એ પણ કોરોના વોરિયર્સ નું સન્માન આપવા માટે એક ગીત રિલીઝ કર્યું છે. આ ગીતના બોલ અક્ષય ની ફિલ્મ કેસરી ના ગીત 'તેરી મિટ્ટી' ના છે. ગીતને ફેમસ સિંગર બ્રી પ્રાક પોતાનો અવાજ આપ્યો છે. કેસરી ના ગીત તેરી મીટ્ટી ને પણ બ્રી પ્રાક એ ગાયું હતું.


ગીત રિલીઝ કરતાની સાથે અક્ષય પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર લખ્યું કે સાંભળ્યું હતું કે ડોક્ટર ભગવાનનું રૂપ હોય છે પરંતુ કોરોનાવાયરસ જેવી આ લડાઈમાં જોઈ પણ લીધું #TeriMitti Tribute એ હીરોજ આજે સફેદ કપડામાં છે.


તમને કહી દઈએ કે 23 એપ્રિલ એ અક્ષય એ ડોક્ટર, નર્સ તેમજ પેરામેડીકલ સ્ટાફને સમર્પિત આ ગીત તેરી મિટ્ટી મેં લોન્ચ કરવાની ઘોષણા શુક્રવાર 24 એપ્રિલ એ કરવાની ઘોષણા ટ્વીટર દ્વારા કરી હતી. પોતાના પોસ્ટમાં કાલે અક્ષરે લખ્યું હતું કે કોઈએ સાચું કહ્યું છે કે મુશ્કેલીના સમયમાં ફક્ત પોતાના સાથ આપે છે અને આપણી સાથે આ મુશ્કેલ માં સૌથી આગળ આપણા ડૉક્ટર છે. જે સફેદ કોર્ટમાં સૈનિકો થી ઓછા નથી.


આ ગીતને અપૂર્વ લાખિયા, કરણ જોહર એ સાથે મળીને બનાવ્યું છે. બે મિનિટ 50 સેકન્ડ ના વિડીયો માં જોવા મળે છે કે કઈ રીતે દેશ અને માનવતાની ભલાઈ માટે બધા સ્વાસ્થ્ય કર્મીઓ પોતાના પરિવારને ભૂલીને કોરોનાવાયરસ ની જંગમાં લડી રહ્યા છે. વીડિયોમાં સ્વાસ્થ્ય કર્મીઓ ઉપર થયેલા હુમલા ની પણ વાત કરવામાં આવી છે. કોરોના વોરિયર્સ ના સન્માન બનાવવામાં આવેલા ગીત ને જોઈને આંખોમાંથી આંસુ છે કે આવે છે.

તમને કહી દઈએ કે અક્ષય કુમાર કોરોનાવાયરસ ના જંગમાં ખૂબ જ મોટું આર્થિક સહયોગ આપી ચૂક્યા છે. પીએમ કેયર્સ ફંડમાં અક્ષય કુમાર 25 કરોડ રૂપિયાનું ડોનેશન આપ્યું હતું. તેમની સાથે અક્ષય બીએમસી ને પણ ત્રણ કરોડ રૂપિયા દાનમાં આપ્યું હતું. જેનાથી વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ માસ્ક અને રેપિડ ટેસ્ટ કીટ ખરીદી શકાય.

Post a Comment

0 Comments