12 વર્ષ માં આટલી બદલાઈ ગઈ છે 'બાલિકા વધુ' ની નાની આનંદી, હવે દેખાઈ છે ખુબજ ગ્લેમરસ  • દેશભરમાં લગાવવા માં આવેલ લોકડાઉન દરમિયાન જૂના લોકપ્રિય ટીવી શોને ફરીથી પ્રસારિત કરવાનો ટ્રેન્ડ છે. તેને ધ્યાનમાં રાખીને લોકપ્રિય શો 'બાલિકા વધુ' ફરીથી ટીવી પર શરૂ કરવામાં આવ્યો છે. શોમાં 'આનંદી' ની ભૂમિકા ભજવનાર અવિકા ગૌરે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કરીને ટીવી પર ફરીથી શરુ થવાની જાણકારી શેર કરી છે.

  • 12 વર્ષમાં, આનંદી એટલે કે અવિકાના દેખાવમાં ઘણો ફેરફાર થયો છે. તે ખૂબ જ ગ્લેમરસ બની ગઈ છે. અવિકા હવે ટીવી દુનિયા થી ફિલ્મોમાં સક્રિય છે.

  • અવિકાએ આ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું હતું, બાલિકા વધુ ફરી એકવાર પ્રસારિત થઈ રહી છે. હું અભિભૂત થઈ ગઈ છું. શોમાં આનંદીના સસરાની ભૂમિકા નિભાવનારા ભૈરો એટલે કે અનૂપ સોનીએ પણ ટ્વિટર પર માહિતી આપી છે. સોનીએ ટ્વીટ કર્યું, 13 એપ્રિલ થી ફરી એક વાર જગિયા અને આનંદી આવી રહ્યા છે. 'બાલિકા વધુ' સોમવારથી શુક્રવાર સુધી સાંજે છ વાગ્યે ટેલિકાસ્ટ કરવામાં આવશે.

  • 'બાલિકા વધુ' માં આનંદીના પાત્રથી ખ્યાતિ મેળવનાર અવિકા ગૌર 22 વર્ષની છે. અંગત જીવનની વાત કરીએ તો, અવિકા એક ગુજરાતી પરિવાર થી બિલોન્ગ કરે છે.

  • 2008 માં શરૂ થયેલા આ શોમાં આનંદીનું પાત્ર ભજવીને અવિકાએ જબરદસ્ત લોકપ્રિયતા મેળવી હતી. આ શો પછી, અવિકાની ઓળખ ઘરમાં આનંદી તરીકે થઈ હતી. આ દિવસોમાં અવિકા સાઉથની ફિલ્મોમાં એક્ટિવ છે.

  • અવિકાના પિતા સમીર ગૌર વીમા એજન્ટ અને માતા ચેતના ગૌર ગૃહિણી છે. અવિકાએ તેનું પ્રારંભિક શિક્ષણ મુંબઈની રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી મેળવ્યું છે. અવિકા હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી ભાષાઓ જાણે છે. ઉપરાંત તે અગાઉ પણ ઘણા ફેશન શોમાં ભાગ લઈ ચુકી છે.

  • 'બાલિકા બધુ' પછી, અવિકા ટીવી શો 'સસુરલ સિમર કા' (2011-16) માં જોવા મળી હતી. 14 વર્ષની વયે અવિકાએ આ શોમાં પરિણીત મહિલાની ભૂમિકા ભજવી હતી. જેમાં તેના પતિ મનીષ રાયસિંગ બન્યા હતા. આ પછી, અવિકા અને મનીષની ડેટિંગના સમાચાર આવવા લાગ્યા.

  • અવિકા અને મનીષના સંબંધો ઘણા લાંબા સમય સુધી ચર્ચામાં રહ્યા. તેઓ ઘણી વખત એક સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. એક ઇન્ટરવ્યૂમાં અવિકાએ કહ્યું હતું કે - તેણી અને મનીષ વચ્ચે ખૂબ સરસ સમીકરણ રહ્યું છે અને સંબંધની અફવાઓ તેમના સંબંધોને અસર કરી શકતી નથી. અવિકાએ એમ પણ કહ્યું- "મનીષ મારા પપ્પા કરતા થોડો નાનો છે, તેથી અમારી વચ્ચે રોમાંસ કરવાનો કોઈ સ્કોપ નથી."
  • તમને જણાવી દઈએ કે અવિકાએ કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં બાળ કલાકારની ભૂમિકા ભજવી હતી. આ પછી તે દક્ષિણ તરફ વળી. તેણે દક્ષિણની ઘણી ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રીની ભૂમિકા ભજવી છે.

Post a Comment

0 Comments