આ ખાસ ફિલ્મ ના મુહર્ત માં પહોંચ્યા હતા સચિન તેંડુલકર, જુઓ 26 વર્ષ પહેલા ની તસ્વીર


બોલિવુડ અને ક્રિકેટ નો સંબંધ ઘણો જૂનો છે. ઘણા ક્રિકેટરોએ સિનેમા જગતની મશહૂર અભિનેત્રીઓ સાથે સાત ફેરા લીધા તો ઘણાં ક્રિકેટરે ફિલ્મો તરફ રૂખ કર્યો. એટલું જ નહીં તેનાથી ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર પણ બચ્યા નથી. સચિન તેંડુલકર 14 એપ્રિલે પોતાનો 47 નો જન્મ દિવસ મનાવી રહ્યા છે. આ દિગ્ગજ ખેલાડી નો જન્મદિવસ ઉપર સોશિયલ મીડિયા ઉપર એક જૂની તસવીર વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં ખેલાડી ફિલ્મ ના મુહરત ઉપર જોવા મળે છે.


આ તસવીરોને ટ્વિટર ઉપર ફિલ્મ હિસ્ટ્રી એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. તસ્વીર પર કેપ્શન માં લખવામાં આવેલું છે સચિન તેંડુલકર, આમિર ખાન, સલમાન ખાન, કરિશ્મા કપૂર અને રવિના ટંડનની સાથે અંદાજ અપના અપના ફિલ્મ ના મુહરત પર. અંદાજ અપના અપના ફિલ્મ વર્ષ 1994માં રિલીઝ થઈ હતી.26 વર્ષ જૂની આ તસવીરમાં સચિન જીન્સ ની સાથે સફેદ રંગનું ટી-શર્ટ પહેરેલા નજર આવી રહ્યા છે. આ ફિલ્મમાં સચિનનો કોઈ રોલ નિભાવેલ નથી, પરંતુ મુહૂર્તમાં શામેલ થયા હતા. આ ફિલ્મનું નિર્દેશન રાજકુમાર સંતોષીએ કર્યું હતું. આ એક કોમેડી ફિલ્મ હતી જેને લોકોએ ખૂબ જ પસંદ કરી છે.


આ ફિલ્મ સાથે જોડાયેલી અભિનેત્રી કરિશ્મા કપૂરે હાલમાં જ તેની સાથે જોડાયેલો સૌથી મોટો ખુલાસો કર્યો હતો. એક ઇન્ટરવ્યૂ દરમિયાન કરિશ્માએ વાત કરી હતી કરિશ્માએ કહ્યું હતું કે અંદાજ અપના અપના ફિલ્મની શૂટિંગ દરમિયાન અમે લોકો એકબીજા સાથે વાત પણ કરતા ન હતા. આ એક ક્લાસિક ફિલ્મ હતી પરંતુ પૂરી ફિલ્મ એક બીજા સાથે વાત કર્યા વગર શૂટ કરી.


ખાસ વાત એ છે કે અંદાજ અપના અપના સાથે જોડાયેલી અભિનેત્રી રવીના ટંડન પણ આ વાત ની ચર્ચા પોતાના જુના ઇન્ટરવ્યૂમાં પણ કરી ચૂકી છે. એક ઇન્ટરવ્યૂમાં રવીના એ કહ્યું હતું 'ફિલ્મના કલાકાર એકબીજા સાથે વાત પણ ન કરતા હતા. આમિર અને સલમાન એકબીજા સાથે વાત ન કરતા હતા. તો ત્યાં જ બીજી તરફ હું અને કરીશમાં.' રવિના ઇન્ટરવ્યૂમાં એ પણ કહ્યું હતું કે સલમાનની ફિલ્મના નિર્દેશક રાજકુમાર સંતોષી સાથે પણ વાત થતી ન હતી.

Post a Comment

0 Comments