કોરોના દર્દી ની સારવાર કરતા આ હેલ્થ વર્કર ની ભાવુક પળો થઇ રહી છે વાયરલ


કોરોનાવાયરસ ની સામેના જંગના મેદાનમાં જો કોઈ સૌથી આગળ રહીને લડી રહ્યું હોય તો તે છે હેલ્થકેર પ્રોફેશનલ્સ. પોતાની ફરજ બજાવવા માટે તેઓ ઘણા બલિદાનો આપી રહ્યા છે પોતાના પરિવાર અને બાળકો થી દુર રહીને તેઓ કોરોના સંક્રમિત લોકોની મદદ કરી રહ્યા છે અને તે લોકોને સ્વસ્થ કરવાની કામગીરી કરી રહ્યા છે. તે આપણા માટે એક યોદ્ધા છે. થોડા દિવસ પહેલાં જ ખબર આવી હતી કે જ્યારે એક ડોક્ટર તેના બાળકને જુએ છે તો તે રડી પડે છે કારણ કે ઇચ્છા હોવા છતાં તેમના બાળકને મળી શકતા નથી.

આ રીતે હવે મેડિકલ પ્રોફેશનલ કપલ નો ફોટો વાયરલ થઇ રહ્યો છે. બંને કોરોનાવાયરસ દર્દીની સારવાર કરી રહ્યા છે અને પ્રોટેક્ટિવ સુટ ગિયરમાં દેખાઈ રહ્યા છે. બંને એકબીજાની નજીક છે અને તેમની વચ્ચેની આ ભાવુક પળો ઈન્ટરનેટ ઉપર ખૂબ જ વાયરલ થઇ રહી છે. આ તસવીરને ઇન્ડિયન ફોરેસ્ટ ઓફિસર સુધા રમને શેર કરી છે. ફોટોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પ્રોટેક્ટિવ ગિયર પહેરવાના કારણે કપલ એકબીજા ને માત્ર સ્પર્શ કરી શકે છે. આ તસવીરને જોતા ઇન્ટરનેટ યુઝર્સ ખૂબ જ ભાવુક થઈ ગયા છે ઘણા લોકો હેલ્થકેર પ્રોફેશનલ્સ અને ડ્યુટી પ્રત્યેની ફરજ ની પ્રશંસા કરી રહ્યા છે.

આ તસવીરને જોતા એક વાત ખબર પડે છે કે દુનિયાભરના મેડિકલ પ્રોફેશનલ જ આ સંકટના સમયમાં ખરા યોદ્ધા છે અને તેમણે કોઈ પણ પરિસ્થિતિમાં પૂરેપૂરું સન્માન મળવું જોઇએ. એવા સમયમાં જ્યારે લોકો પોતાના ઘરમાં બંધ થઈ ને પરિવારની સાથે સમય પસાર કરી રહ્યા છે. ત્યારે આ યોદ્ધાઓ મેદાને જંગમાં કોરોનાવાયરસ ને માત આપવા માટે પોતાનું સંપૂર્ણ બલિદાન આપી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ભારતમાં અત્યાર સુધીમાં કરવાના 5700થી વધારે કેસ આવી ચૂક્યા છે અને 150થી વધારે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં કુલ 540 કેસ સામે આવ્યા છે. દેશમાં હાલમાં 21 દિવસનો લોકડાઉન ચાલી રહ્યું છે જે 14 એપ્રિલના રોજ સમાપ્ત થશે લોકડાઉન આગળ વધારવા નો વિચાર ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગળ વધારવાના સંકેત પણ આપ્યા હતા.

Post a Comment

0 Comments