પટના નો આ ભિખારી બોલે છે ચટાકેદાર ઈંગ્લીશ અને ગાય છે અંગ્રેજીમાં ગીત, જુઓ વિડીયો


પ્રતિભાશાળી વ્યક્તિ પોતાનામાં જ એક ઓળખ હોય છે. પરંતુ ઘણીવાર પ્રતિભાશાળી લોકો સાચા મંચ ન મળવાના કારણે તેમની પ્રતિભા ગુમનામ અંધારામાં ખોવાઈ જતી હોય છે. છતાં પણ તે લોકો પોતાના દમ પર આગળ વધી જાય છે. જિંદગી એ વ્યક્તિને કોઈપણ મોડ ઉપર લઈને આવે પરંતુ તેમની પ્રતિભા છુપાયેલી રહેતી નથી. તેમનું એક ઉત્તમ ઉદાહરણ ગયા દિવસોમાં જોવા મળ્યું હતું. જ્યારે રાનુ મોન્ડલ નો વિડીયો ઈન્ટરનેટ ઉપર ઘણો ઝડપથી વાયરલ થયો હતો ત્યારબાદ તે રાતોરાત સ્ટાર બની ગઇ હતી.


એવોજ એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થઇ રહ્યો છે. જેમાં એક ભિખારી ચટાકેદાર ઇંગલિશ બોલતો નજર આવી રહ્યો છે. એટલું જ નહીં ભિખારી મશહૂર ઇંગ્લિશ ગીત પણ ગાય છે. આ વિડીયો ને લોકો ઘણો જ પસંદ કરી રહ્યા છીએ. જાણકારી ના પ્રમાણે આ ભિખારી પટના નો રહેવાવાળો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે જેણે પણ આ વિડીયો બનાવ્યો છે તેમણે વિડીયો બનાવતા સમયે ભિખારી સાથે ઘણી વાતચીત કરી અને તેમણે ઇંગલિશ માં ઘણા સવાલ પૂછ્યા. તેમણે ભિખારી ને પૂછ્યું તમને શું આવડે છે કોઈએ જવાબ આપ્યો તેમને ઇંગલિશ ઘણું સારું આવડે છે. ત્યારબાદ ભિખારી લોકો સાથે અનુરોધ કરે છે કે તમે મને ઇંગ્લિશમાં સવાલ કરો. જેના પછી લોકોએ તેમને ઈંગ્લીશમાં સવાલ પૂછવા નું ચાલુ કર્યું તો ભિખારી ઈંગ્લીશમાં જવાબ આપ્યા. ત્યારબાદ તેમણે એક ગીત પણ સંભળાવ્યું.


વીડિયોમાં જોઇ શકાય છે કે વિડિયો રેકોર્ડિંગ કરવા વાળા વ્યક્તિ ભિખારી ને પૂછે છે કે તમે તમારી રોજની જિંદગી માટે શું કરો છો. તેના ઉપર ભિખારી એ ઇંગલિશ માં જવાબ આપ્યો કે હું ભીખ માંગું છું ત્યાં જ ભિખારી વગર કોઈ વસ્તુ ની શિકાયત કરતા જે પણ મને ઈશ્વર આપે છે તેમાજ ખુશ છું. હું એક સિંગર અને ડાન્સર છું. મારું નામ સનીબાબા છે.

ત્યારબાદ બધા જ લોકો ના અનુરોધ પર ભિખારી એ ઇંગ્લિશ ગીત સંભળાવ્યું. ભિખારીએ જે ઇંગ્લિશ ગીત સંભળાવ્યું તે અમેરિકન સિંગર જીમ રિવ્સ એ 1959માં ગાયું હતું. તે ગીત 1960ના દશકના દરમિયાન ખૂબ જ લોકપ્રિય હતું. આ રીતે ઈંગ્લિશ બોલવા વાળા ભિખારી નો વિડીયો પહેલા પણ વાયરલ થઇ ચૂક્યો છે. પરંતુ તમે લગભગ જ આ ભિખારીને ઈંગ્લીશ ના ગીત ગાતા જોયો હશે.

Post a Comment

0 Comments