સોમવાર ના દિવસે આ વિશેષ ક્રમ માં કરો પૂજા, ત્યારે મળશે ભોળાનાથ નો આશીર્વાદ


આજે ભગવાન શંકરની આરાધના થોડાક વિશે ચરણોમાં કરીશું ત્યારે તે અત્યંત પ્રસન્ન થઇ જશે. શું તમે જાણો છો કે આ પૂજા કેટલા ચરણોમાં છે, કઈ રીતે કરવામાં આવે છે? શિવજીની પૂજામાં નીચે લખેલા પાંચ ચરણોનું પાલન કરવાથી ભોળાનાથ ના આશીર્વાદ અને લાભ પ્રાપ્ત થાય છે.

આ છે ક્રમ

આવાહન : સૌથી પહેલા સ્નાન વગેરે કરીને શુદ્ધ મનથી શિવ પ્રતિમાની સામે બેસીને સરળ મનથી તેમનું ધ્યાન કરતા આવાહન કરવું જોઈએ.

અર્ધ્ય : ત્યારબાદ શિવજી ના પગ ધોઈને તેમના જળથી અભિષેક કરતા શ્રદ્ધા પૂર્વક અર્ધ્ય કરવું જોઇએ.

આચમન : પછી ઘી, દૂધ, દહીં, મધ, ખાંડ અને અંત માં ફરી શુદ્ધ જળ નું પંચામૃત થી સ્નાન કરાવીને મંત્રો સહિત આચમન કરાવો.

સમર્પણ : ત્યારબાદ શિવજી પર વસ્ત્ર, ચંદન, ફળ, ફૂલ અને નૈવેદ્ય અર્પિત કરો.

આરતી : સૌથી અંતમાં ધૂપ, દીપ અને કપૂર થી શિવજી ની આરતી કરો અને ભગવાનનો આશીર્વાદ પ્રાપ્ત કરો.

Post a Comment

0 Comments