કોરોના થી સંક્રમિત લોકોના ઈલાજ કરવા માટે ઇન્ડિયન આર્મી એ બસને મોડીફાઇ કરીને હોસ્પિટલ બનાવી


વિશ્વભર માં કોરોના મહામારી ચાલી રહી છે. ભારત માં કોરોના થી સંક્રમિત દર્દીઓની સંખ્યા હાલ 1300 ને પર થઇ ચુકી છે, જયારે અત્યાર સુધીમાં 30 કરતા વધારે લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. એવામાં દર્દીઓ માટે હોસ્પિટલના અભાવના કારણે હવે ભારતીય  કમર કસી લીધી છે.

ભારતીય આર્મી બસોને મોડીફાય કરીને હોસ્પિટલમાં કન્વર્ટ કરવામાં આવી છે. આ સાંભળતા તમને થોડું અજીબ લાગશે પરંતુ તેનાથી કોરોના ના દર્દી ને ઈલાજ આપી શકાશે. ભારતીય આર્મી દ્વારા મોડીફાય કરવામાં આવેલી બસ ની ખાસિયત એ છે કે તે બસ માં ફક્ત એકજ જગ્યા એ થી પ્રવેશી શકાય છે.


બસ માં રહેલી સુવિધા ની જો વાત કરવામાં આવે તો તેમાં વેન્ટિલેટર, ટ્રીટમેન્ટ ચેમ્બર સાથે ડ્રાઈવર માટે આઇસોલેશ ચેમ્બર પણ રહેલું છે. આ બસ માં ડિસ્પોઝેબલ સીટ કરવું લગાવવામાં આવ્યા છે, જેનો ઉપયોગ કરીને તેને ફેંકી શકાય છે.


હાલ અત્યાર સુધીમાં કેટલી આવી બસ બનાવવા માં આવી છે તેની કોઈ પણ પ્રકાર ની જાણકારી મળી નથી. બસોને હોસ્પિટલ બનાવતા પહેલા ભારતીય રેલવે એ પણ ટ્રેન ના કોચ ને આઇસોલેશન વોર્ડ બનાવવાનું શરુ કરી દીધું છે. જેથી દર્દી ઓની સારવાર થઇ શકે.કોરોના વાયરસ આખી દુનિયામાં આફત બનીને આવી પડ્યો છે. તેના કારણે અનેક દેશોમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. દુનિયામાં 7 લાખથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, જ્યારે 30 હજારથી વધારે લોકો કોરોના વાયરસના કારણે જીવ ગુમાવી ચુક્યા છે. ભારતમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે આખા દેશને 21 દિવસ સુધી લોકડાઉન કરી દેવામાં આવ્યો છે. એવામાં ઘણા કામદારો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. કામ કરવા બીજા શહેરોમાં ગયેલા લોકો લોકડાઉનના કારણે બસો કે ટ્રાન્સપોર્ટના સાધનો ન મળતા હોવાથી પગપાળા પોતાના વતન તરફ ફરી રહ્યાં છે. એવા લોકોને સરકાર અપીલ કરીને કહી રહી છે કે તેઓ આવો જોખમ ન ઉઠાવે તેમની બધી જરૂરિયાતો પૂરી કરવામાં આવશે.

Post a Comment

0 Comments