લોકડાઉન ની વચ્ચે રાહતના સમાચાર, કેન્દ્ર સરકાર એ અલગ અલગ દુકાનો ખોલવાની આપી અનુમતિ શરતો લાગુ


છેલ્લા એક મહિનાથી ચાલુ લોકડાઉન ની વચ્ચે લાખો દુકાનદારો અને સામાન્ય લોકો માટે મોટી રાહત આપતાં કેન્દ્ર સરકારે શનિવારે બધા જ પ્રકારની દુકાન ખોલવાની અનુમતિ આપી દીધી છે. જેમાં જરૂરી અને બિનજરૂરી સામાન ની દુકાનો શામિલ છે. આ દુકાનોમાં કામ કરવાવાળા લોકો લોકડાઉન ના દિશાનિર્દેશોનું પાલન કરવાનું રહેશે પરંતુ શોપિંગ મોલ્સ અને માર્કેટ કોમ્પલેક્ષ ને ખોલવાની અનુમતિ આપવામાં આવી નથી.

શુક્રવાર મધ્યરાત્રિ પછી કેન્દ્રીય ગૃહ મંત્રાલય 15 એપ્રિલ એ જારી પોતાના આદેશમાં સંશોધન કરતા કહ્યુ કે લોકડાઉન દરમિયાન દેશના બધાજ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દુકાનો અને સ્થાપના અધિનિયમ ના રીતે પંજીકૃત અને નગર નિગમ અને નગરપાલિકા ક્ષેત્રોમાં મોજુદ આવાસીય પરિવારો તેમજ નિકટ પડોશી ના દુકાનોની સાથે જ એકલ દુકાન ખોલવાની અનુમતિ હશે.

આ દેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ દુકાનોમાં 50% કર્મચારી જ કામ કરશે. તેમને શારીરિક દુરી બનાવેલી રાખવાની રહેશે. તેમ જ માસ્ક પહેરવાનું અને લોકડાઉન નિયમોનું પાલન કરવાનું રહેશે. 24 માર્ચ થી બંધ દુકાનો સરકારના આ નિર્ણય થી ખુલી જશે અને જેનાથી લાખો લોકો ને ખૂબ જ મોટી રાહત મળશે. મંત્રાલય એ સાફ કરી દીધું છે કે હોટસ્પોટ અને કન્ટેન્ટ ઝોનમાં કોઈપણ પ્રકારની છૂટ આપવામાં આવશે નહીં.

મોલ માં દુકાન ખુલશે નહિ


મલ્ટી અને સિંગલ બ્રાન્ડના મોલમાં દુકાનો ને આ છૂટ આપવામાં આવી નથી એટલે કે મોલ્સમાં દુકાન ખુલશે નહીં નગર નિગમ ક્ષેત્રમાં આડોશપાડોશ ની દુકાન ખોલવાની અનુમતિ હશે પરંતુ નિગમ ક્ષેત્રમાં માર્કેટ પરિસરમાં રહેલ દુકાનો 3 મે સુધી બંધ રહે છે.

નહિ ખુલે હોટ જોન ની દુકાન

ઉલ્લેખનીય છે કે લોકડાઉન હજુ ત્રણ મહિના સુધી ચાલશે. હોટસ્પોટ અને કન્ટેન્ટ ઝોનમાં સ્થિત દુકાનો ની અત્યારે ખોલવાની છૂટ મળી નથી. લોકડાઉન ના દરમિયાન ફક્ત જરૂરી સામાન વાળી દુકાનોને ખોલવાની મંજૂરી હતી. જેમાં રાશન, શાકભાજી, ફળ ની દુકાન શામેલ હતી. હવે બધી જ જરૂરી તેમજ બિનજરૂરી દુકાનોને ખોલવાની અનુમતિ આપવાથી ઉમ્મીદ છે કે ધંધો ફરી એક વખત પાટા ઉપર આવી જશે. એક મહિના થી ચાલુ લોકડાઉન ના ચાલતા દુકાનો બંધ રહેતા વેપારીઓને કરોડોનું નુકસાન થઈ ચૂક્યું છે.

ગૃહ મંત્રાલય લગાવી થોડી શરતો

ગૃહમંત્રાલય તરફથી કરવામાં આવેલ મુજબ કેન્દ્ર સરકારે આવાસીય કોલોની ના નજીક બનેલી દુકાન અને સ્ટેન્ડ અલોન દુકાનો ને ખોલવા ની પરમિશન આપી દીધી છે. જો નગરપાલિકા નીગમો અને નગરપાલિકાઓની સીમાના ભીતર આવતી હોય પરંતુ ઇજાજત ની સાથે ગૃહ મંત્રાલય થોડીક શરતોને લાગુ કરી છે શરત પ્રમાણે...

1. બધી દુકાનો સંબંધિત રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશોના સ્થાપના અધિનિયમ ની અંદર પંજીકૃત હોવી જોઈએ.

2. દુકાનોમાં ફક્ત અડધો સ્ટાફ કામ કરશે.

3. સ્ટાફ દ્વારા માસ્ક લગાવવું જરૂરી છે.

4. દુકાન અને ગ્રાહકને શારીરિક દુરી જેવા નિયમો નું પાલન કરવું પડશે.

સ્કૂલના પુસ્તકો ની દુકાન ને પહેલાથી જ આપવામાં આવી હતી છૂટ

તમને કહી દઈએ કે તેના પહેલા 21 એપ્રિલ એ સરકારે જરૂરી પગલાં લેતા ની સાથે જ સ્કૂલના પુસ્તકોની દુકાન ને ખોલવાની અનુમતિ આપવામાં આવી હતી. તેમના સિવાય વીજળીના પંખા વેચવાવાળી દુકાનો ને આ પ્રતિબંધોને સૂચીમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. ગૃહ મંત્રાલય કહ્યું હતું કે શહેરી ક્ષેત્રોમાં સ્થિત બ્રેડ ફેક્ટરીઓ અને આટા મીલ પણ લોકડાઉન દરમિયાન તેમનું કામ શરૂ કરી શકશે. કોરોનાવાયરસ લોકડાઉન ના અસરથી બાળકોના અભ્યાસ ઉપર અસર પડી રહી છે તેમના માટે સરકારે આ પગલુ ઉઠાવ્યું છે.

Post a Comment

0 Comments