આ રીતે બનાવો રેસ્ટોરન્ટ જેવા ફ્રાઈડ રાઈસ, આંગળા ચાટતા રહી જશો


 • લોકડાઉન ના કારણે બધા જ લોકો પોતાના ઘરમાં છે. એવામાં સોશિયલ મીડિયા ઉપર ઘણા પ્રકાર ના ચેલેન્જ ટ્રેન્ડ માં છે. એવામાંજ એક ખાવામાં થોડું સ્પેશ્યલ બનાવવાનો છે. એવામાં તમે તમારા ઘર ઉપર રહી રેસ્ટોરેન્ટ જેવા ફ્રાઈડ રાઈસ બનાવીને ચેલેન્જ ટ્રાય કરી શકો છો અને પોતાના માટે સ્વાદિષ્ટ નાસ્તો પણ તૈયાર કરી શકો છો. તો ચાલો જાણીએ રેસ્ટોરન્ટ જેવા ફ્રાઈડ રાઈસ બનાવવાની રેસીપી વિશે.

 • જરૂરી સામગ્રી
 • ચોખા- 1 થી 2 કપ (ઘરના સભ્યો અનુસાર)
 • લીલી ડુંગળી - બે થી ત્રણ પીસ (બારીક કાપેલી)
 • શિમલા મિર્ચ - 1 થી 2
 • ગાજર - 1 થી 2
 • લસણ - ચાર કળી
 • કોબી - 2 થી 3 મોટી ચમચી
 • નમક - સ્વાદ અનુસાર
 • ખાંડ - 1 ચમચી
 • તેલ - રાઈસ ને ફ્રાઈ કરવા માટે
 • સોયા સોસ - 2 ચમચી
 • લાલા મરચું - 1 ચમચી
 • રીત
 • ફ્રાઈડ રાઈસ બનાવવા માટે સૌથી પહેલાં એક કપ ચોખા ને પાણીમાં નાખીને ઉકાળો.
 • ચોખાને ઉકાળતા સમયે ધ્યાન રાખો કે તે વધુ નરમ ન થઈ જાય ચોખા 80 ટકા સુધી પાકેલા હોય. 
 • જયારે ચોખા પાકી જાય તો બચેલા પાણી ને કાઢી લો અને ચોખા પર તેલ નાખી ને થોડી વાર માટે અલગ રાખી મુકો.
 • ચોખા પર તેલ લગાવવા થી તે ચોટતા નથી અને બનાવ્યા પછી તેનો લુક ખુબજ સારો આવે છે.
 • ત્યાર બાદ બધીજ શાકભાજી ને લંબાઈ માં થોડી કાપી લો.
 • ત્યારબાદ તેલ ફ્રાયપેન માં ગરમ કરો અને તેમાં લસણ નાખો, ઊંચી આંચ પર ચલાવતાજ તેમાં ડુંગળી નાખો.
 • જયારે ડુંગળી પાકી જાય તો તેમાં બધીજ શાકભાજી ને સારી રીતે મિક્ષ કરો. શાકભાજી ને પકવ્યા પછી તેમાં સોસા સોયા નાખીને પકાવો.
 • ત્યારબાદ તેમાં ચોખા અને નમક નાખીને પકાવો. તમારા ફ્રાઈડ રાઈસ તૈયાર છે. તેને ગરમ ગરમ પરોસો.

Post a Comment

0 Comments