નવા 94 કેસ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી ની સંખ્યા 2272 થઇ, જાણો ક્યાં કેટલા કેસ આવ્યા


રાજ્યમાં ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં નવા 94 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 2272 થઇ છે. જેમાંથી 2020 લોકોની સ્થિતિ સ્ટેબલ છે અને 13 દર્દી વેન્ટિલેટર પર છે. નવા કેસોમાં અમદાવાદમાં 61, સુરતમાં 17, વડોદરામાં 8, અરવલ્લીમાં 5, બોટાદમાં 2 અને રાજકોટમાં 1 પોઝિટિવ કેસ નોઁધાયો છે.  રાજ્યમાં આજે પાંચ નવા મોત સાથે કુલ મૃત્યુઆંક 95એ પહોંચ્યો છે.

મૂળ આસામનાં અને ગુજરાતનાં સાણંદમાં ટીટેક નામની કંપનીમાં નોકરી કરતા રાહુલ બર્મન નામનાં યુવાનનું આજે અવસાન થયું હતું. પણ, લૉકડાઉન વચ્ચે યુવાનનો મૃતદેહ કોઈ સંજોગોમાં આસામ પહોંચે તેમ ન હતો. આવી સ્થિતિમાં આસામના તેના પરિવારજનોએ આસામનાં મંત્રી અને પૂર્વોત્તર ભારતનાં દિગ્ગજ નેતા હેમંત બીસ્વાનો સંપર્ક સાધ્યો હતો. બીસ્વાજીએ આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ટેગ કરીને એક ટ્વિટ કરી હતી, જેનાં પ્રત્યુતરરૂપે CM રૂપાણીએ તત્કાળ એક્શન લઈને મૃતક યુવાનનો પાર્થિવ દેહ આસામ મોકલવાની વ્યવસ્થા કરી આપી હતી.

Post a Comment

0 Comments