લોકડાઉન ના સમય માં ઘરે આ રીતે બનાવો સ્વાદિષ્ટ પુડલા, નોંધી લો સરળ રેસિપી


  • આજે અમે તમારા માટે લાઈને આવ્યા છીએ સ્વાદિષ્ટ પુડલા ની રેસિપી. જેને નાના થી લઈને મોટા સુધી ખુબજ ચાવ થી ખાવાનું પસંદ કરતા હોય છે. તો નોંધી લો આ સરળ રેસિપી.
  • સામગ્રી :
  • 2 1/2 વાટકી બેસન
  • 1 વાટકી પાલક પ્યુરી
  • 1 નંગ બાફેલું બીટ
  • 250 ગ્રામ દહીં
  • 2 ટી સ્પૂન આદુ મરચાં પેસ્ટ
  • 1 ટી સ્પૂન લીંબુનો રસ
  • ચપટી અજમો
  • 1 ટીસ્પૂન દળેલી ખાંડ
  • 1 ટીસ્પૂન ચાટ મસાલો
  • 1 ટીસ્પૂન શેકેલા જીરુનો પાવડર
  • તેલ
  • મીઠું સ્વાદ અનુસાર
  • રીત :


  • એક બાઉલમાં બેસન, પાલક પ્યૂરિ, આદું મરચાં પેસ્ટ, મીઠુ, લિમ્બુનો રસ અને અજમો નાખીને પુડ્લા ઉતરે તેવુ બેટર બનાવો .(જરૂર પડે તોજ પાણી ઉમેરવું ) તેને ઢાંકીને 10 મિનીટ રેસ્ટ આપો .
  • ત્યાં સુધી બાફેલા બીટને ખમણી લો. દહીં વલોવીને તેમાં ખમણેલું બીટ, બૂરૂ ખાંડ, જીરુ પાવડર અને ચાટ મસાલો એડ કરીને મિક્ષ કરીલો. તેને ફ્રીઝ માં ઠંડુ કરવા મુકો.
  • હવે પુડ્લા બેટરમાં થોડું તેલ નાખીને ફેંટી લો .
  • નોન સ્ટીક તવા પર તેલ ચોપડી પુડ્લા ઉતારો, બંને બાજુ ચોડવી, ગરમા ગરમ રાયતા સાથે સર્વ કરો.

Post a Comment

0 Comments