ગુરુવારે બૃહસ્પતિ અને વિષ્ણુજીની પૂજા કરવાથી થાય છે સંપતિ ની પ્રાપ્તિ અને ઋણ થી મુક્તિ


બુધવાર એ અક્ષયતૃતીયા એટલે કે અખાત્રીજ એ ભગવાન વિષ્ણુની પૂજાનું મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુ ને પીળા રંગના વસ્ત્ર ધારણ કરાવી સ્થાપના કરવામાં આવે છે અને હળદર ચોખાથી વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. શેષ સમયમાં ગુરૂવાર એ ભગવાન બૃહસ્પતિની પૂજા નું વિધાન છે. આ દિવસે ગુરુ ભગવાન અને વિષ્ણુજીની પૂજા અને વ્રત કરવાથી ઋણમુક્તિ, શીઘ્ર વિવાહ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે. બૃહસ્પતિદેવ ને બુદ્ધિ ના કારક માનવામાં આવે છે. આ પૂજાથી જ્ઞાનમાં પણ વૃદ્ધિ થાય છે. તેમના સિવાય એવું પણ કહેવામાં આવે છે કે વિષ્ણુની પૂજા થી મનોકામના પૂર્ણ થાય છે અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.


આ રીતે કરો પૂજા


આ દિવસે કેળાના વૃક્ષ ની પૂજા કરવું સારું માનવામાં આવે છે. ગુરુવારના દિવસે પૂજા અને વ્રત રાખવા વાળા લોકો ને પીળા વસ્ત્ર ધારણ કરીને સવારે ઊઠીને બૃહસ્પતિ દેવનું પૂજન કરવું જોઈએ. પૂજામાં પીળી વસ્તુઓ જેવી કે પીળા ફૂલ, ચણાના દાણા, સુકાયેલી દ્રાક્ષ, પીળી મીઠાઈ, પીળા ચોખા અને હળદર ચઢાવવાનો પ્રયોગ કરવામાં આવે છે. આ વ્રતમાં કેળાના વૃક્ષની પૂજા નું સર્વાધિક મહત્વ હોય છે. પૂજા પછી બૃહસ્પતિવાર ની કથા શ્રદ્ધાપૂર્વક પાઠ કરવો જોઈએ. તેનાથી મનોકામનાની પૂર્તિ થાય છે. તેમના માટે તમારે કન્યાઓને ભોજન કરાવો. પીળી ચૂંદડી અથવા પીળા રૂમાલની ભેટ કરો. સારા સ્વાસ્થ્ય અને પારિવારિક સુખ-શાંતિ માટે વિષ્ણુ જી ને ચણાની દાળ ચડાવવામાં આવે છે. જો વિવાહમાં કોઇપણ પ્રકારની સમસ્યા આવી રહી હોય તો ગુરુવારે વ્રત કરવું જોઈએ.

ગુરુ ગ્રહ કરો મજબુત

ગુરુ ગ્રહ સૃદ્ઢ હોવાથી જીવનમાં સુખ-શાંતિ આવે છે અને ધન લાભ થાય છે. તેના માટે નીચે આપેલા સરળ ઉપાય નું પાલન કરો.

સૌથી પહેલા ગુરૂવારે વ્રત રાખો. આ દિવસે પીળા વસ્ત્ર પહેરો અને વગર નમક ભજન કરો નું પીળું ભોજન કરો જેમકે બેસનના લાડુ અને તેની રોટલી.

ગુરુ બૃહસ્પતિ ની પંચોપચાર થી પૂજા કરો. તેમાં કેસરિયા, ચંદન, પીળાં ચોખા, પીળાં ફૂલ તેમજ ભોગમાં પીળાં પકવાન અથવા તો ફળ અર્પણ કરો. અંતમાં બૃહસ્પતિ ભગવાનની આરતી કરો.

ગુરુ મંત્ર 'ॐ बृं बृहस्पते नम' નો જાપ ઓછામાં ઓછો 108 વાર કરો.

પીળી વસ્તુઓનું દાન કરો

Post a Comment

0 Comments