કોરોના ના સંકટ પછી ચીન છોડી ભારત આવવા માટે તૈયાર થઈ 1000 વિદેશી કંપની


એવું કોઈ ક્ષેત્ર નથી કે જ્યાં કોરોના વાયરસના કારણે તેમની માર ના પડી હોઈ. પરંતુ સૌથી વધુ ઈકોનોમી ને માર પડી છે. આ રોગચાળાને કારણે વિશ્વની અર્થવ્યવસ્થા બગડી રહી છે. પરંતુ આ કટોકટી વચ્ચે ભારત માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ખરેખર, વિદેશી કંપનીઓ જે અગાઉ ચીનમાં વેપાર કરતી હતી. આ રોગચાળાને કારણે હવે તે ભારત તરફ વળી છે.

ચીન માં વેપાર કરવું નથી રહ્યું સરળ

એક મીડિયા રિપોર્ટ અનુસાર, કોવિડ -19 ને કારણે હવે ચીનમાં વેપાર કરવો વધુ સરળ નથી. આવી સ્થિતિમાં, લગભગ 1000 વિદેશી કંપનીઓ છે જેઓ ચીનમાં પોતાનો વ્યવસાય સંકેલી ને ભારતમાં પ્રવેશ કરવા માંગે છે. વળી, અહીં 300 કંપનીઓ છે જે ભારતમાં ફેક્ટરી સ્થાપવાની તૈયારી કરી રહી છે. કેન્દ્ર સરકાર સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલે સરકાર સાથે વાતચીત ચાલી રહી છે.

સરકારે 300 કંપની ને લક્ષિત કરી છે

અધિકારીના જણાવ્યા અનુસાર, 'હાલમાં લગભગ 1000 કંપનીઓ સરકાર સાથે વિવિધ સ્તરે વાતચીત કરી રહી છે. આ કંપનીઓમાંથી સરકારે 300 કંપનીઓને લક્ષ્યાંક બનાવ્યા છે. જલદી ભારત કોરોના પર નિયંત્રણ કરશે, આ કંપનીઓ સાથેની વાટાઘાટોમાં વધુ વધારો થશે. કેન્દ્રીય અધિકારીએ આશા વ્યક્ત કરી છે કે પરિસ્થિતિ આપણા માટે સુધરતાં જ ભારત વૈકલ્પિક ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરી આવશે.

Post a Comment

0 Comments