કોરોના જંગ માં લેડી IPS ની થઇ રહી છે ચર્ચા, બોલીવુડ માં કરી ચુકી છે કામ


આ દિવસોમાં સંપૂર્ણ દેશમાં કોરોનાવાયરસ નો કહેર ચાલી રહ્યો છે. એવા 3 મેં સુધી ભારતમાં લોકડાઉન ઘોષિત કરવામાં આવ્યું છે. એવામાં લોકો પોતાના ઘરે રહીને સમય પસાર કરી રહ્યા છે. આ દરમિયાન IPS અફસર સીમલા પ્રસાદ ની એક કવિતા 'મેં ખફી હું' ખૂબ જ વાયરલ થઇ રહી છે. જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.


સિમલા પ્રસાદ ઇન્ડિયન પોલીસ સર્વિસ (આઇપીએસ) માં છે અને એકદમ ઓફિસર ના રૂપમાં ઓળખવામાં આવે છે. સીમલા પ્રસાદ તેના પહેલા બોલિવૂડમાં પણ કામ કરી ચૂકી છે. આ ફિલ્મ છે અલીફ અને નક્કાશ હતી. બંને ફિલ્મ પૂર્વ પત્રકાર જૈગમ ઇમામ એ ડાયરેક્ટ કરી હતી.

ફિલ્મોમાં સિમલા ની એક્ટિંગ અને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. તેમણે પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે દિલ્હીમાં ફિલ્મ નિર્દેશક જૈગમ સાથે તેમની મુલાકાત થઈ હતી. ત્યારે તે ફિલ્મ અલીફ ના કીરદાર શોધી રહ્યા હતા. જેમાં તેમણે મને પસંદ કરી. આ ફિલ્મ સમાજ ને એક સારો સંદેશો આપે છે એ વિચારીને મેં આ ફિલ્મ જોઈન કરી લીધી હતી.


તમને કહી દઈએ કે સીમલા 2010ની આઇપીએસ અધિકારી છે. સીમલા એ આઇપીએસ બનવા માટે કોઈ પણ કોચિંગ સંસ્થાનો સહારો નથી લીધો, પરંતુ સેલ્ફ સ્ટડી કરી ને તે મુકામ હાસિલ કરેલો છે. આજે તેમણે ભોપાલની બરકતઉલ્લા યુનિવર્સિટીથી સોશિયોલોજી પીજી ના દરમ્યાન ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

Post a Comment

0 Comments