ચીન માં નવા રૂપ સાથે જોવા મળ્યો કોરોના, સમગ્ર વિશ્વ માટે થઇ શકે છે ખતરો  • કોરોના વાયરસ ની ચીન દેશ ના વુહાન શહેર થી મોટા પાયે શરૂઆત થઇ હતી. દુનિયાભરની રિપોર્ટ પ્રમાણે ચીન માં ખેલ મોટો છે. ચીન કોરોના વાયરસ અંગે એટલું સ્પષ્ટ નથી જેટલું તે વ્યકત કરી રહ્યું છે અને કહે છે પરંતુ એવું નથી કે ચીનને તેની સજા નથી મળી રહી.
  • હાલ માં નવી ખબર એવી સામે આવી રહી છે કે ચીનમાં કોરોના બીજા ભાગ ની શરૂઆત થઇ ગઈ છે. ચીન માં પાછી ભાગ બે થી ચીનમાં દહેશત વધી ગઈ છે. ચીનમાં લોકડાઉન સમાપ્ત થવાની ઉજવણી થઇ રહી હતી જે હુબેઇ પ્રાંતમાં ફરી કોરોનએ દહેશત ફેલાવી દીધી છે.

  • વિશ્વમાં ચીને કોરોના વાયરસ ફેલાવ્યો કે નહિ તે એક સવાલ છે, પરંતુ કોરોના વાયરસ ચીન ની પાછળ પડી ગયો હોય તેવું લાગી રહ્યું છે.
  • હાલ ચીન માંથી એવા મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ચીન માં નવા 100 કેસ સામે આવ્યા છે. આ 100 કેસ માંથી 63 લોકો એવા છે કે સંક્રમણની પુષ્ટિ થઇ ચુકી છે પરંતુ કોરોના ના લક્ષણો જોવા મળ્યા નથી અને હવે આખી દુનિયા માટે આ એક મોટી ચિંતા નું કારણ બનેલું છે. ચીનમાં કોરોના વાયરસ નું એક સંપૂર્ણપણે નવું સ્વરૂપ બહાર આવ્યું છે.

  • જોઈએ તો આ નવા કેસ માં કોરોના તેના લક્ષણો ને છુપાવી રહ્યું છે. કોઈ પણ વ્યક્તિ ની અંદર શરદી, કફ કે તાવ જોવા મળતો નથી અને વ્યક્તિ કોરોનની ઝપેટ માં આવી જાય છે. જાપાનમાં હવે આવા જ કિસ્સાઓ વધી રહ્યા છે અને કોરોના વાયરસ વિશેની આ માહિતી ખરેખર ખુબજ ભયાનક છે.
  • વારંવાર સરકાર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે ઘરમાં રહો. અમારી વેબસાઈટ જ્ઞાન ગુજરાતી દ્વારા પણ તમને એવી અપીલ કરવામાં આવે છે કે ઘરમાં રહો, સુરક્ષિત રહો. આપણે આ મહામારી ને હલકા માં ના લેવી જોઈએ.

Post a Comment

0 Comments