21 વર્ષ પહેલા કાજોલના મહેંદી ફંકશનમાં પહોંચ્યા હતા શાહરુખ, તસવીરમાં ગૌરી ને ઓળખવી પણ મુશ્કેલ


શાહરુખ ખાન અને કાજોલની જોડી ને મોટા પડદા ઉપર ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ બંનેએ એકસાથે ઘણી સુપરહિટ ફિલ્મ આપી છે. જેમાં 'દિલવાલે દુલ્હનિયા લે જાયેગે', 'કુછ કુછ હોતા હૈ' અને કભી ખુશી કભી ગમ' શામેલ છે. મોટા પડદા ઉપર જ્યાં આ બંનેની જોડી ની ચર્ચા છે ત્યાં જ પડદાની પાછળ આ બંને ખૂબ જ સારા એવા મિત્ર પણ છે. એટલું જ નહીં કાજોલના મહેંદી ફંકશનમાં શાહરૂખ પોતાના પરિવાર સાથે પહોંચ્યો હતો. સોસીયલ મીડિયા ઉપર હવે કાજોલ ના મહેંદી ની તસવીરો વાયરલ થઇ રહી છે. જેમાં શાહરૂખ ખાન ની સાથે ગૌરી પણ નજર આવી રહી છે.કાજલ અને અજય દેવગન 1999માં લગ્ન કર્યા હતા. આ બંને ની લવ મેરેજ હતા. જોકે મહારાષ્ટ્રીયન રીતિ રિવાજો થી આ લગ્ન થયા હતા. આ બંનેના લગ્ન 21 વર્ષ પુરા થઈ ચુક્યા છે. લોકડાઉન ના દરમિયાન બંનેના લગ્નની મહેંદી ની તસવીરો વાયરલ થઇ રહી છે. તસવીરમાં કાજલ પોતાના હાથ પર મહેંદી લગાવી નજર આવી રહી છે. તો તેમની પાછળ શાહરૂખ પત્ની ગૌરી સંગ બેસેલા નજર આવી રહ્યા છે.આ તસ્વીર માં શાહરુખ ખાનના ખોળા માં એક બાળક પણ છે. તસવીર જોઇને અંદાજો લગાવી શકાય છે કે તે બીજું કોઈ નહીં પરંતુ નાના આર્યન ખાન છે. ખાસ વાત તો એ છે કે તસવીરમાં ગૌરી ખૂબ જ અલગ લુકમાં નજર આવી રહી છે. જેમાં એક ઝલક જોવા ઉપર થઈ શકે છે કે તમે પણ ઓળખી ન શકો.


ગૌરીની આ તસવીર જુઓ અને હાલની તસવીરમાં તમને ઘણો બદલાવ નજર આવશે. સમયની સાથે ગૌરી વધુ ગ્લેમરસ થઈ ગઈ છે. તમને કહી દઈએ કે શાહરૂખ ખાન અને કાજોલ છેલ્લી વાર એકસાથે દિલવાલે ફિલ્મમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ 2015માં રિલીઝ થઈ હતી. તેમાં તેમના સિવાય વરુણ ધવન અને કૃતિ સેનન પણ હતા.


શાહરુખ ની બોક્સ ઓફિસ ઉપર છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ 'જીરો' હતી. જેમાં કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા હતા. ફિલ્મ થી કિંગખાને ઘણી ઉમ્મીદો હતી, પરંતુ આ ફિલ્મ ફ્લોપ રહી. કાજલ ની વાત કરવામાં આવે તો છેલ્લી વાર પતિ અજય દેવગણની સાથે 'તાનાજી: ધ અનસંગ વોરિયર' માં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર 300 કરોડથી વધુનું કલેક્શન કર્યું હતું.

Post a Comment

0 Comments