શાહરુખ-ગૌરી સહીત બૉલીવુડ ના આ પરફેક્ટ કપલ, જુઓ લગ્ન થી લઈને અત્યાર સુધી કેટલો બદલાઈ ગયો લુક


કહે છે કે જોડીઓ ઉપરથી બનીને આવે છે. બોલિવૂડમાં એવી ઘણી જોડીઓ છે. જેમને જોઈને એવું જ લાગે છે કે તે એકબીજા માટે જ બનેલા છે. તેમાંથી ઘણાં સિતારા ના લગ્ન નો લાંબો સમય વીતી ગયો અને અત્યારે પણ પરફેક્ટ કપલ ગોળ સેટ કરે છે. તો ચાલો આજે આપણે જોઈએ એવી જોડીઓ વિશે.


શાહરુખ ખાન અને ગૌરી જેવી જોડી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી ઓછી જોવા મળે છે. બંનેના લગ્નના 28 વર્ષ પછી એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે. બંને ની પહેલી મુલાકાત 1984માં એક કોમન ફ્રેન્ડ ની પાર્ટી દરમિયાન થઇ હતી. ત્યારે શાહરુખ ફક્ત 18 વર્ષના હતા.અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના ના લગ્નને 19 વર્ષ પુરા થઈ ચુક્યા છે. અક્ષય અને ટ્વિંકલ ની પહેલી મુલાકાત ફિલ્મફેયર ના એક ફોટોશૂટ દરમિયાન થઇ હતી. અક્ષય ને ટ્વીંકલ ને જોતા જ પસંદ આવી ગઇ હતી. ફિલ્મ ઈન્ટરનેશનલ ખેલાડી શૂટિંગના દરમ્યાન બંનેને પ્રેમ થયો હતો.


અજય દેવગન અને કાજોલના લગ્નને 21 વર્ષ થઇ ગયા છે. તેમણે 24 જાન્યુઆરી 1999માં સાત ફેરા લીધા હતાં. આ કાજોલે અજય સાથે તે સમયે લગ્ન કર્યા હતા જ્યારે તેમનું કરિયર શરૂ થવા ઉપર હતું. અજય અને કાજોલની જોડી પહેલીવાર 1995માં પ્રદર્શિત ફિલ્મ 'હલચલ' માં નજર આવી હતી.અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય લગ્નને ત્રણ વર્ષ થઇ ચૂક્યા છે. 20 એપ્રિલ 2007 આ બંને લગ્નના બંધનમાં બંધાયા હતા. બંને એક દીકરી આરાધ્યા છે. લગ્નના બધી રસમો શાહી રીતે થઇ હતી જ્યાં સંપૂર્ણ બોલિવૂડ ઉમટી પડ્યું હતું. બંટી ઓર બબલી અને કજરા રે ગીત ના શૂટિંગ દરમિયાન અભિષેક અને ઐશ્વર્યા ની નજીક માં વધારો થયો હતો. ફિલ્મ ઉમરાવજાન અને ગુરુના સમયે બંને એકબીજાને ડેટ કરી રહ્યા હતા. છેલ્લે એક દિવસ ન્યૂયોર્કમાં અભિષેક એ ઐશ્વર્યા ને પ્રપોઝ કર્યો.


કરીના એ  પોતાના થી 10 વર્ષ મોટા સેફ અલી ખાન વર્ષ 2012માં લગ્ન કર્યા હતા અને કરિનાની લવ સ્ટોરી ફિલ્મ ટશનની શૂટિંગ દરમિયાન શરૂ થઈ હતી. ત્યારબાદ બંને ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું. કરીના અને સૈફ પહેલા કોર્ટ મેરેજ કરી લીધા હતા. ત્યારબાદ શાનદાર રિસેપ્શન પાર્ટી રાખવામાં આવી હતી. પાર્ટીમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા દિગ્ગજ પહોંચ્યા હતા.

Post a Comment

0 Comments