અમદાવાદ અહીં થી 60,000 લોકો સુધી પહોંચાડવામાં આવે છે ખીચડી નું ભોજન


અમદાવાદના વેપારીઓએ ભેગા મળી નવરંગપુરા લખુડી તલાવડી પાસે નાથાલાલ કોલોનીમાં રસોડું શરૂ કર્યું છે. પ્રથમ દિવસે 6 થી 7 હજાર વ્યક્તિની ખીચડી બનાવવામાં આવી હતી હાલ તે આંકડો 60 હજારને પાર કરી ગયો છે. રોજે રોજ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં જરૂરિયાત મંદ અને શ્રમિક લોકો સુધી ખીચડી પહોચાડવામાં આવી રહી છે. સ્થાનિક વેપારીઓ સૌ સાથે જોડાઈને ભગીરથ કાર્ય કરી રહ્યા છે.


વેપારીઓનું કહેવું છે કે લોકોના આરોગ્ય જળવાઈ રહે સાથે જ પેટ પણ ભરાય તે માટે પુષ્કળ વિવિધ શાક નાખી અમે દાળ-ખીચડી બનાવીએ છીએ અને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં કાર્યરત સંસ્થાઓ તથા વિવિધ વિસ્તારના આગેવાનો અમારે અહીંયા આવી ખીચડી લઈ જાય છે. જે પોતાના વિસ્તારમાં જરૂરિયાત મંદ શ્રમજીવી લોકોમાં તેનું વિતરણ કરે છે એક લાખ લોકો સુધી ખીચડી પહોંચાડવાનો અમારો ટાર્ગેટ છે અને આવનારા દિવસોમાં તે માટે અમે તૈયાર પણ છીએ.


મોટે પાયે ખીચડી બનાવવા માટે અહીંના વેપારીઓએ 70 માણસનો સ્ટાફ પણ રાખ્યો છે. આ તમામ સ્ટાફ માસ્ક અને સેનેટાઈઝરનો ફરજિયાત ઉપયોગ કરે છે અને કોરોના ગાઇડલાઇન્સ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાય તેની તકેદારી રાખવામાં આવે છે. વેપારીઓ પોતે અહીં ખડે પગે આખો દિવસ ઊભા રહે છે અને ખીચડીની સેવા અમદાવાદમાં ચારે તરફ પહોંચે તે દિશામાં કાર્ય કરે છે.


વેપારીઓનું કહેવું છે કે હાલની વિકટ પરિસ્થિતિમાં જન જન સુધી અન્ન પહોંચે અને હેલ્દી અન્ન પહોંચે તે પણ જરૂરી છે પરિણામે જ અમે પૌષ્ટિક ખીચડી જન જન સુધી પહોચાડવાનું બીડું ઝડપ્યું છે. હાલમાં 60 હજાર લોકો સુધી આ ખીચડી પહોંચી રહી છે અને આગામી દિવસોમાં હજુ પણ તે આગળ વધે તો તેને પહોંચી વળવા અમે તૈયાર છીએ.


 મધ્યમવર્ગીય પરિવારો માટે રાશન કીટનું વિતરણ - મધ્યમવર્ગીય પરિવારો માટે રાશન કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ કીટમાં આઠ કિલો અનાજ તેમને આપવામાં આવી રહ્યું છે. જેમાં ઘઉંનો લોટ ,ચોખા, તુવેરની દાળ, તેલ હાથ ધોવાના સાબુ સહિત વિવિધ વસ્તુઓનો સમાવેશ થાય છે. બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા અરવિંદ ચૌહાણનું કહેવું છે કે મધ્યમ વર્ગ એક એવો વર્ગ છે જેની આવક બંધ છે તેને ઘણી વસ્તુઓની જરૂરિયાત છે તે ખરીદી કરી શકતો નથી અને કોઈની પાસે મદદ માગી શકતો નથી. ત્યારે તેવા વ્યક્તિઓની અમે તપાસ કરીને લિસ્ટ બનાવીએ છીએ. અમારી સંસ્થા થકી અમે એમના ઘરે જઈ તેમના સુધી તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓ કીટ સ્વરૂપે આપી રહ્યા છીએ. અમરાઈવાડી, હાટકેશ્વર, સીટીએમ સહિતના વિસ્તારોમાંથી અમે સર્વે કરાવી તેમના સુધી અત્યાર સુધી 2 હાજર રાશનની કીટો પહોંચાડી છે અને હજુ વધુ કીટો અમે પહોંચાડવાના છીએ.

Post a Comment

0 Comments