કોરોના ના કહેર ની વચ્ચે માનતાનું ઉત્તમ ઉદાહરણ, PM મોદી એ કહ્યું...


કોરોનાવાયરસ ના કારણે દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કામ ધંધા બંધ છે, તો રોજે મજૂરી કરતા કામદારો ને ખૂબ જ ખરાબ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. એટલી બચત પણ નથી કે નથી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે અને પરિવારો પણ ભૂખ્યા મારવાનું સંકટ આવ્યું છે. સરકાર આવા બધા જ લોકોને મદદ પહોંચાડી રહી છે પરંતુ બધા સુધી સરકાર પણ ક્યાં પહોંચી શકે છે. તો આમાં આગળ આવે છે કેટલાક એવા લોકો જેમની પાસે રૂપિયા પૈસા ભલે ના હોય પરંતુ ખૂબ જ મોટું દિલ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ લોકોને નોટિસ કરી રહ્યા છે અને તક મળતાની સાથે જ સરાહના પણ કરે છે. PM નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ કેટલાક લોકોને જવાબ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા તેમણે લોકોને કહ્યું હતું કે "જો ખરેખર મનમાં એટલો પ્રેમ છે અને મોદીને સન્માનિત જ કરવા છે તો એક ગરીબ પરિવારની જવાબદારી ઓછામાં ઓછી ત્યાં સુધી ઉઠવો જ્યાં સુધી કોરોનાવાયરસ નું સંકટ છે. મારાથી આનાથી મોટું સન્માન હોય જ ના શકે."

આ જવાબમાં ઘણા લોકોએ જણાવ્યું હતું કે તેઓ કેવી રીતે રોજિંદા કામ કરતા લોકો ની મદદ કરી રહ્યા છે. પવન કુમાર પોતાની કોલોનીમાં 150 ફુટ પેકેટ વહેંચ્યા છે. તેમની તસવીર પણ તેમણે શેર કરી છે પવનની ટીમ છેલ્લા પાંચ દિવસથી આ ઉત્તમ કામ કરી રહી છે અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. તેઓ પોતાના સાથીઓને સાથે મળીને દિવ્યાંગોની મદદ કરે તેવો મહારાષ્ટ્ર ની રહેવાસી શશી પાઠક પોતાના ઘરે નાસ્તો બનાવીને પોલીસ કર્મીઓને પણ ખવડાવે છે. PM મોદી એ તેમના માટે લખ્યું છે "દેશસેવાની આ એક અનુપમ ઉદાહરણ છે"


આટલું જ નહીં ઘણા લોકો આ રીતે મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે. એવું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે એક ખેડૂતે. તેમણે ટમેટા, કોબીજ ઉપરાંત અન્ય શાકભાજી પણ ઉગાડી રાખીને લોકડાઉન થાય તો લોકોને શાકભાજીની મુશ્કેલી ના પડે તે માટે તેમણે ખેતરથી મફતમાં શાકભાજી લઈ જવા માટે કહ્યું છે. મોદીએ આ વિશે લખ્યું કે દેશવાસીઓને આવા સુવિચાર અને શુભકામનાઓ જ તો સૌથી મોટા આધાર છે. તો ગુજરાતના જૂનાગઢ 160 પરિવારોને રોજના 800 લોકોના ભોજનની જવાબદારી લીધી છે. પીએમ મોદીએ આ પ્રયત્નો માટે ટ્વિટર પર લખ્યું છે આજ તો માનવતાની સાચી સેવા છે.

Post a Comment

0 Comments