MeAt20 ચેલેન્જ માં આ 5 સિતારાઓ શેયર કરી પોતાની તસ્વીર, આલિયા ની માતા ને જોઈને તમે પણ ચકિત રહી જશો


#MeAt20 ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ ચેલેન્જ અંતર્ગત લોકો સોશિયલ મીડિયા પર 20 વર્ષની ઉંમર ની તસ્વીર શેર કરી રહ્યાં છે. બોલિવૂડ સ્ટાર્સ પણ આ ચેલેન્જમાં સામેલ થયા છે અને સતત તેમના ફોટા પોસ્ટ કરી રહ્યા છે. આ તસવીરોમાં કેટલીક હસ્તીઓને ઓળખવી પણ મુશ્કેલ છે. જુઓ ક્યાં સિતારા એ કઈ તસ્વીર શેયર કરી છે.

સૌ પ્રથમ અનુપમ ખેર વિશે વાત કરીએ. અનુપસ ખેર એ તેમના જુવાની ના દિવસની એક તસવીર શેર કરી હતી. આ સાથે હાલની તસવીર પણ શેર કરવામાં આવી છે. આ તસવીર પોસ્ટ કરતા ખેર સાહેબે લખ્યું - 'આપણે નાની ઉંમરે શીખીએ છીએ અને જેમ જેમ આપણે વૃદ્ધ થઈએ તેમ તેમ સમજીએ છીએ.'



અભિનેતા રણદીપ હૂડાએ આ ચેલેન્જમાં ભાગ લેતી વખતે તેનો ફોટો શેર કર્યો હતો. આ તસવીર શેર કરતા રણદીપે લખ્યું- 'આ મારી 20 ની ઉમર ની જુની તસવીર છે.'

પ્રખ્યાત સિંગર અદનાન સામીએ ટ્વિટર પર પોતાની 20 ની ઉમરની જુની અનેક તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરો પોસ્ટ કરતા અદનાને લખ્યું - 'મારા 20 ના ઉમર ના ફોટો...'

ગુલ પનાગે પણ પોતાનો જુનો ફોટો શેર કર્યો છે. આ તસવીરમાં ગુલ બીચ પર એક મોનોકની પહેરેલી નજર આવી રહી છે.


આલિયા ભટ્ટની માતા અને અભિનેત્રી સોની રાઝદાનએ પણ પોતાનો જૂનો ફોટો શેર કર્યો છે. આ તસવીર પોસ્ટ કરતા અભિનેત્રીએ લખ્યું - 'મને ખાતરી છે કે આ તસવીરમાં મારી ઉમર 20 વર્ષ ની હતી.'


Post a Comment

0 Comments