હાલ આવો નજારો છે દક્ષિણ આફ્રિકાનો, ઘરમાં માણસો અને રસ્તા ઉપર સિંહો નું ટોળું


કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વમાં લોકડાઉન ની પરિસ્થિતિઓ સર્જાઇ છે. લોકો તેમના ઘરોમાં કેદ છે. શેરીઓમાં માણસો નું બહાર નીકળવાનું બંધ થઈ ગયું છે. વ્યસ્ત જગ્યા પણ સુનસાન છે. રખડતા પશુ પર તેમનો કોઈ પણ ફર્ક નથી. દક્ષિણ આફ્રિકાની રાજધાની કેપટાઉનથી એક આશ્ચર્યજનક તસ્વીર સામે આવી છે. અહીં જંગલી પાર્કમાંથી સિંહોનું ટોળું રસ્તાની આજુબાજુ પડેલા જોવા મળી રહ્યા છે.


આ વાઇલ્ડ પાર્કના રેજર રિચાર્ડ સૌરી બુધવારે અહીં પેટ્રોલીંગ કરી રહ્યો હતો. લોકડાઉન દરમિયાન તે અહીં સતત કામ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે અહીં ઘણા સિંહો રસ્તાની બાજુમાં પડેલા જોવા મળ્યા હતા. અહીં સામાન્ય દિવસોમાં પર્યટકોનો ધસારો રહે છે. આવો નજારો ઘણીવાર રાત્રે જોવા મળે છે. પરંતુ હવે આ બધું દિવસ દરમિયાન થઈ રહ્યું છે. તેણે કહ્યું કે દરરોજ તેને પ્રાણીઓની ગણતરી કરવી પડે છે. આવી સ્થિતિ માં જાનવરો નું દિવસે બહાર આવવું ખુબજ આશ્ચર્યની વાત છે.


બુધવારે બપોરે ઓર્પેન રેસ્ટ કેમ્પ પાસે ડ્રાઇવિંગ કરતાં તેણે આગળના રસ્તા પર સિંહો જોયા અને તેને અસામાન્ય ઘટના ગણાવી. તેઓએ કહ્યું કે તેઓ રસ્તા પરથી માત્ર પાંચ મીટર (5.5 ગજ) દુરી પર પડેલા હતા. જ્યારે તેણે પોતાના મોબાઈલ ફોનથી તસવીરો લીધી, ત્યારે સિંહો પરેશાન દેખાતા ન હતા, તેમાંના મોટાભાગના સુતા જોવા મળી રહ્યા હતા. પ્રાણીઓ સામાન્ય દિવસોમાં અહીં આવતા નથી. તે મનુષ્યના પગલાંના અવાજથી ડરતા હોય છે. પરંતુ આ ક્ષણે તેમની બાજુમાંથી નીકળી રહ્યા છીએ છતાં પણ તે ડરતા નથી.

આ નેશનલ પાર્ક ની નજીક એક ગોલ્ફ ક્લબ પણ છે. લોકો અહીં ગોલ્ફ રમવા આવે છે. તે લોકડાઉનને કારણે સુનસાન થઈ ગયું છે. પરંતુ અહીં પણ સિંહોનું ટોળું જોવા મળ્યું છે. રિચાર્ડ કહે છે કે લોકડાઉનથી પ્રાણીઓની વર્તણૂક પર મોટી અસર પડી નથી. પરંતુ આવું દૃશ્ય ભાગ્યે જ જોવા મળે છે.

Post a Comment

0 Comments