નર્મદા નું પાણી આટલા વર્ષો માં પહેલીવાર સૌથી શુદ્ધ, પાણી જોવા મળી રહ્યું છે મિનરલ વોટર જેવું


લોકડાઉન ના કારણે દેશભરમાં ઉદ્યોગ બંધ છે. તેમની અસર પર્યાવરણ ઉપર જોવા મળી રહી છે. ગંગા યમુના અને નર્મદા સહિતની ઘણી નદીનું પાણી સ્વચ્છ થવા લાગ્યું છે. એક મહિના પહેલાં સુધી અનેક ભાગમાં મટમેલી જોવા મળતી નર્મદાનું પાણી આ દિવસોમાં મિનરલ વોટર જેવું જોવા મળી રહ્યું છે.

નર્મદા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ઓંકારેશ્વર ના પ્રબંધક (મપ્ર.) એસ.કે વ્યાસે કહ્યું કે નર્મદાનું જળ નું માનક મિનરલ વોટર જેવું થઈ ગયું છે. અમારા વિભાગ દ્વારા તેમની જાંચ પણ કરવામાં આવી. નર્મદાના જળમાં ઘણા પ્રકારની ઔષધિઓ જડીબુટ્ટીઓ પણ સમાહિત હોય છે. તેને પીવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે.તીર્થ નગરીના વિદ્વાન અને વરિષ્ઠ આચાર્ય સુભાષ મહારાજ વેદ માતા મંદિર એ કહ્યું કે ઓંકારેશ્વર માં 25 વર્ષ પહેલાં નર્મદાનું જળ આવું જ શુદ્ધ હતું. તમને જાણ થાય કે ઓકારેશ્વરમાં સામાન્ય દિવસોમાં 5000 અને જ્યારે તહેવાર ઉપર બે લાખ તીર્થયાત્રીઓ પહોંચે છે.

નર્મદા જળ નો ટીડીએસ પહેલા 126 મિલીગ્રામ/લીટર માંપવામાં આવ્યો હતો. જે ઘટીને 100 થી ઓછો થઈ ગયો છે. મિનરલ વોટર ટીડીએસ 55થી 60 મિલી ગ્રામ પ્રતિ લીટર કરવાનો હોય છે. પાણી હળવું લીલા રંગનું જોવા મળે એનો મતલબ પાણી ની ટર્બીડીટી 10 એંટીયું થી પણ ઓછી છે. પારદર્શિતા પણ ખૂબ જ વધી ગઈ છે. વર્તમાન સમયમાં 10 ફૂટ ની ઊંડાઇ સુધી સાફ પાણી જોવા મળે છે.

Post a Comment

0 Comments