નેહા કક્ક્ડ એ કયો ખુલાસો, કહ્યું "બૉલીવુડ માં ગીત ગાવા માટે..."  • બોલિવૂડની સૌથી લોકપ્રિય ગાયિકાઓમાંની એક છે નેહા કક્કર (Neha kakkar). નેહા કક્કરે ઘણા ગીતો ગાયા છે. લોકોને તેના ગીતો ખૂબ ગમે છે. નેહાએ 'સેકન્ડ હેન્ડ જવાની' (કોકટેલ), 'કાલા ચશ્મા' (બાર બાર દેખો), 'દિલબર' (સત્યમેવ જયતે), 'સાકી' (બાટલા હાઉસ), 'આંખ મારે' (સિમ્બા) અને 'સમર' (ટ્રીટ ડાન્સર) જેવા હિટ સોન્ગ ગાયા છે. તે હંમેશાં તેના મ્યુઝિક વીડિયો માટે ચર્ચામાં રહે છે.

  • ખરેખર નેહા કક્કરે તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન આ રહસ્ય ખોલ્યું હતું. તેમણે કહ્યું કે જો આપણે બોલીવુડમાં સુપરહિટ ગીત આપી રહ્યા છીએ, તો આપણે શોમાં જ તે ગીત ગાઈને પૈસા કમાઇએ છીએ. નેહાએ વધુમાં ઉમેર્યું, "લાઇવ કોન્સર્ટ્સ અને અન્ય વસ્તુઓથી મને સારી કમાણી થાય છે. પરંતુ બોલિવૂડમાં આવું કશું થતું નથી. બોલિવૂડ અમને કોઈ પણ ગીત માટે ચૂકવવા માં આવતું નથી."

  • હવે નેહાના આ ખુલાસામાં કેટલું સત્ય છે અને કેટલું નહિ એ તો આવનારો સમય કહેશે નહીં. પરંતુ એ વાત સાચી છે કે બોલીવુડના સીંગ જેટલા બૉલીવુડ માં ગીત નથી ગાતા તેના કરતા વધુ ગીતો તે કોનસર્ન કરી લે છે. ઘણા એવા ગાયકો છે જેમણે કોન્સર્ટ દ્વારા સારું નામ કમાવ્યું છે અને સારી ઓળખ પણ બનાવી છે.

  • નેહા કક્કર (Neha kakkar) તેના ગીતોની સાથે સાથે કોમેડી અને ડાન્સ માટે પણ જાણીતી છે. તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

  • ગયા દિવસો માં નેહા કક્કર અને આદિત્ય નારાયણના લગ્નના સમાચાર ખૂબ જ વાયરલ થયા હતા. જ્યારે આવું કંઈ થયું ન હતું. ઉદિત નારાયણે પોતાના ઇન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું, "આદિત્ય અમારો એકમાત્ર પુત્ર છે, જો હું અને મારી પત્ની તેના અને નેહાના લગ્નની અફવાઓ સાચી હોત તો હું ખૂબ ખુશ થાત."

  • નેહા ખૂબ જ ક્યૂટ અને સારી છોકરી છે અને અમને તેને અમારી વહુ બનાવવાનું ગમશે. "તમને જણાવી દઈએ કે નેહા કક્કર ઇન્ડિયન આઇડોલ શોને જજ કરી રહી હતી, ત્યારે આદિત્ય નારાયણ આ શો હોસ્ટ કરી રહ્યા હતા. આ ઉપરાંત નેહા અને આદિત્ય તાજેતરમાં સાથે આવ્યા હતા. તેઓ ગોવા બીચ સોંગમાં પણ દેખાઈ ચુક્યા છે.

Post a Comment

0 Comments