પોલીસની અનોખી પહેલ : આ રીતે ચિત્ર દોરીને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ  • મથુરાના નંદગામ માં કોરોનાવાયરસ ના પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે પોલીસ એક નવી રીત કાઢી છે. ચોક પર કોરોના સાથે જોડાયેલી પેન્ટિંગ બનાવીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. પેઇન્ટિંગ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

  • ચરણ સિંહ ના ચબુતરા ઉપર કોરોનાવાયરસ થી થતી મુશ્કેલી તેમજ રોકથામ ના ઉપાય સંબંધિત પેન્ટિંગ બનાવવામાં આવી રહી છે. આ પેન્ટિંગ ને એકેલીક કલર થી બનાવવામાં આવી રહી છે. ચિત્રકાર ભીમ બાબા દ્વારા પેન્ટિંગ બનાવવામાં આવી રહી છે. રસ્તા ઉપર મોટા અક્ષરોમાં 'કોરોના જાન લેવા હૈ' નો સંદેશ લખવામાં આવી રહ્યો છે.
  • પેન્ટિંગ દ્વારા માસ્ક લગાવવા, સામાજિક દુરી નું પાલન કરવા અને વારંવાર હાથ ધોવા નો સંદેશ આપવામાં આવી રહ્યો છે. ત્યાંના પોલીસ ઇન્ચાર્જ પ્રેમ નારાયણ શર્મા પોતાના ખર્ચ થી ચિત્રકાર ભીમ બાબા ના સહયોગથી આ પેઇન્ટિંગ બનાવી રહ્યા છે. ઇન્ચાર્જ પ્રેમ નારાયણ શર્માએ કહ્યું કે લોકોને જાગૃત કરવા માટે વિભિન્ન રીતો અપનાવવામાં આવી રહી છે.

Post a Comment

0 Comments