PM નરેન્દ્ર મોદીનું નામ ફરી એકવાર વિશ્વમાં ગુંજ્યું, કોરોના સામેની જંગમાં આટલામાં નંબર ઉપર


કોરોના મહામારી ના આ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામકાજ ઉપર દુનિયાભરની એજન્સીઓ ફિદા થઇ ચૂકી છે. દુનિયાની જાણીતી સર્વે એજન્સી ગૈલેપએ કોરોના સંકટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા કાર્ય ને અતિ મહત્વના ગણાવ્યા છે. જ્યારે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ એજન્સીના સર્વેમાં ઘણા પાછળ રહી ગયા છે.

આ એજન્સી ગૈલપ 28 દેશોની સરકારના કામકાજ પર સર્વે કરવામાં આવ્યો હતો અને આ સર્વેમાં સામે આવ્યું છે કે કોરોના સંક્રમણ નો સામનો કરવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાના લીડર નંબર વન છે.


ગેલપ ના જણાવ્યા પ્રમાણે સર્વેમાં સામેલ 91 ટકા લોકોનો મત છે કે ભારત સરકાર કોરોના નો સામનો કરવાની દિશામાં યોગ્ય કામ કરી રહી છે. ગૈલપ ના સર્વેમાં ભારત સરકારની રેટિંગ દુનિયાભરની સરકારોમાં નંબર વન છે. સર્વેમાં સામેલ 79 ટકા લોકોનું એ પણ કહેવું છે કે લોકડાઉન આગળ વધારવાનો સરકારનો નિર્ણય એકદમ યોગ્ય હતો.

અગાઉ પણ અમેરિકાની એક એજન્સીએ કોરોના સામેના જંગમાં પીએમ નરેન્દ્ર મોદીને દુનિયાના નંબર વન નેતા ગણાવ્યા હતા. મોર્નિંગ કન્સલ્ટ નામની ટેકનોલોજી અને મીડિયા કંપનીએ માર્ચના મધ્યમાં એક સર્વે કરાવ્યો હતો. આ સર્વેમાં પીએમ નરેન્દ્ર મોદી ને કોરોનાવાયરસ વિરુદ્ધની લડાઈમાં સૌથી મોટા અને પ્રભાવશાળી નેતા ગણાવ્યા હતા.


ત્યારબાદ બ્રિટનની ઓનલાઇન ડિજિટલ અને એનાલિટિક્સ ફર્મ YouGov એ પોતાના સર્વેમાં કોરોના નો સામનો કરવા માટે પીએમ મોદીને દુનિયાના બીજા સર્વાધિક લોકપ્રિય નેતા ગણાવ્યા હતા.

આ બે એજન્સીઓના પછી હવે ગૈલાપ એ પણ પીએમ નરેન્દ્ર મોદીના કામના ભારોભાર વખાણ કર્યા છે. ગૈલાપ માં સર્વેમાં જ્યાં ભારતની સરકાર પર સર્વેમાં સામેલ 91 ટકા લોકોને વિશ્વાસ છે તો ઓસ્ટ્રિયાની સરકાર પર ત્યાં 86 ટકા લોકોને વિશ્વાસ છે પાકિસ્તાનમાં પણ 82 ટકા લોકોનું માનવું છે કે ઈમરાન ખાનની સરકાર કોરોના વિરુદ્ધ સારું કામ કરી રહી છે તો ફિલિપાઇન્સમાં 80 ટકા લોકો સરકાર ના કામ ઉપર વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.

Post a Comment

0 Comments